Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડનું ટકરાઈ શકે છે. જુન મહિનાના પ્રથમ દસ દિવસમાં એકસાથે બે વાવાઝોડા ટકરાશે તેવી આગાહી કરાઈ હતી. ત્યારે એક વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાની આફતમાં નોંધારા બનેલા બાળકોના તારણહાર બન્યા અદાણી, કરી આ મોટી જાહેરાત


અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 


શું બાગેશ્વર ધામ સરકારને ખબર હતી કે ટ્રેન દુર્ઘટના થશે? જાણો શું આપ્યો જવાબ


બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. જોકે, આ વાવાઝોડની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. સાથે જ માછીમારોને પણ આ દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 


AIને કારણે મે મહિનામાં 4,000 લોકોએ ગુમાવી નોકરી, આગળ પણ થઈ શકે છે છટણી


અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ
આજ વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.


Monsoon 2023: ચોમાસું આવી ગયું છે કે હવે રાહ જોવી પડશે? હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ અનુસાર અગામી 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ વાવાઝોડુંને બિપોરજોય નામ અપાયુ છે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.


ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ, જાણો કેવી રીતે થઈ આ ભૂલ


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના થરાદ અને દિયોદરમાં એક ઇંચ નોંધાયો. રાજ્યમાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ 54 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં બે ઇંચ વરસ્યો. બનાસકાંઠાના લાખેણી અને ખેડાના નડિયાદમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો. આજે સવારે બે કલાકમાં જ ૧૨ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો.