AIને કારણે મે મહિનામાં 4,000 લોકોએ ગુમાવી નોકરી, આગળ પણ થઈ શકે છે છટણી

ટેક ફિલ્ડમાં કામ કરતા લગભગ 4000 લોકોએ ગયા મહિને મે મહિનામાં તેમની નોકરી ગુમાવી હતી. રિપોર્ટ અનુસાર, AIના કારણે આવું બન્યું છે.

AIને કારણે મે મહિનામાં 4,000 લોકોએ ગુમાવી નોકરી, આગળ પણ થઈ શકે છે છટણી

એક નવો રિપોર્ટ સામે આવ્યો છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેક જોબ માર્કેટ ખૂબ જ અસ્થિર છે અને ChatGPT, Bard અને Bing જેવા AI ટૂલ્સ લૉન્ચ થયા ત્યારથી વસ્તુઓ વધુ પડકારજનક બની ગઈ છે. OpenAI એ નવેમ્બર 2022 માં ChatGPT રજૂ કર્યું હતું અને Google અને Microsoft એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના AI ટૂલ્સ બાર્ડ અને Bing લોન્ચ કર્યા હતા. ત્રણ AI ટૂલ્સ તેમની શરૂઆતથી જ ટેકની દુનિયામાં ચર્ચામાં છે અને આજે વધુને વધુ કંપનીઓ તેમના ફાયદા માટે AI નો ઉપયોગ કરી રહી છે. અને મે મહિનામાં, ઉભરતી ટેક્નોલોજીથી લગભગ 4,000 લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે.

No description available.

4,000 લોકોએ તેમની નોકરી ગુમાવી
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર મે મહિનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે 4,000 લોકોએ નોકરી ગુમાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને કુલ મળીને લગભગ 80,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમાંથી 3,900 છટણી એઆઈને કારણે થઈ હતી. 

જાન્યુઆરીમાં 4 લાખ લોકોએ નોકરી ગુમાવી
રિપોર્ટમાં 2023માં અત્યાર સુધીમાં કુલ નોકરીઓમાં કાપની માહિતી પણ શેર કરવામાં આવી છે. જાન્યુઆરીથી મે સુધીમાં લગભગ 4 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

ઇનસાઇડરના અહેવાલ મુજબ, નોકરીમાં કાપ માટે AIને જવાબદાર ગણવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તમામ છટણીઓ ટેક સેક્ટરમાંથી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news