Gujarat Tourism : હવે વેકેશનનો સમય આવ્યો છે. એટલે ગુજરાતનું સૌથી આકર્ષક ટુરિઝમ સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળશે. દેશવિદેશથી ટુરિસ્ટ્સ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવી રહ્યાં છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા ટિકિટમાં વિશેષ રાહતની જાહેરાત કરવામા આવી છે.  સ્ટેચ્યુ ઑફ યુનિટી સત્તામંડળે શૈક્ષણિક પ્રવાસ માટે 50 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને કોને ટિકિટમાં મળશે રાહત 
શૈક્ષણિક પ્રવાસ ગ્રુપને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટમાં રાહત મળશે. શૈક્ષણિક પ્રવાસ માટે 50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. નવા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા SoU ઓથોરિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓના ગ્રુપ, સરકારી-અર્ધ સરકારી જૂથને પણ રાહતનો લાભ મળશે. રાહતનો લાભ મેળવવા માંગતા લોકોએ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. ટિકિટમાં રાહત મેળવવા જૂથમાં ઓછામાં ઓછા 15 લોકો જરૂરી, 15થી ઓછા લોકો હશે તો સંલગ્ન ઓથોરિટી એ સમયે નિર્ણય લેશે. નિર્ણય મુજબ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા વન, ગ્લો ગાર્ડન સહિતના આકર્ષણોની ટિકિટમાં રાહત મળશે. 


ઊલટી ગણતરી શરૂ કરી દો, ફરી બદલવા જઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ


આ અંગે જારી પરિપત્ર અનુસાર (1) તમામ શાળા અને કૉલેજ (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, (2) તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો તથા (3) તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો -ને સ્ટેચ્યુ ઑફ યુનિટી તથા વેલી ઑફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણો વગેરેની મુલાકાત માટે ટિકિટમાં 50 ટકાની રાહત મળશે. આ રાહતનો લાભ જે તે શાળા – કૉલેજ – સંસ્થાના ગ્રુપની સાથે આવતા સ્ટાફના સભ્યોને પણ મળશે.


ચોટીલામાં મા ચામુંડાના મંદિરમાં આવારા તત્ત્વનો આતંક, પૂજારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી


સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડોક્યુમેન્ટરી
અક્ષય કુમાર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે. આ ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની સફર પર આધારિત છે. 40 મિનિટની આ ડોક્યુમેન્ટરી દેશને એકતાની ભાવના સાથે જોડે છે. તે અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે સ્વતંત્રતા પછી 562 ખંડિત રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ સમાવેશ થાય છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. આ ડોક્યુમેન્ટરી સ્ક્રીન પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણના દરેક તબક્કાને દર્શાવે છે. 2013માં સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાની પૂર્ણાહુતિ માટે શિલાન્યાસ કર્યો હતો.


આજથી બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસ સમયસર કેન્દ્ર સુધી પહોંચાડશે