નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી કહી શકાય તેવી ભારતીય ચલણની બનાવટી નોટોના જથ્થા સાથે એસ.ઓ.જી પોલીસની ટીમે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. ભાવનગર એસઓજી પોલીસને મળેલી બાતમી જેમાં અગાઉ બનાવટી નોટોના ગુન્હામાં ઝડપાયને મુક્ત થયેલા આરોપી ફરી ભારતીય અર્થતંત્રને નુકશાન કરવા અને ઝડપી માલદાર થવા ફરી બનાવટી નોટો છાપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંગે થોડા દિવસની વોચ રાખી અને શહેરના ભરતનગર પોલીસ મથકની હદમાં આવેલા, ગાયત્રીનગર પાસે શ્રીરામ સોસાયટીના હિરેનભાઇ રમેશભાઇના રહેણાંકી મકાનમાં રેડ કરતા ત્યાંથી 2000 રૂ.ના દરની રૂ. 1.39 કરોડની નકલી નોટો તથા નોટો છાપવાના કલર પ્રિન્ટર સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી હતી, જયારે ૩ લોકો ત્યાંથી અગાઉ નાસી છૂટ્યા હોય જે અંગે પોલીસ તેની શોધખોળ કરી રહી છે.


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અધધધ કહી શકાય તેવા રૂ.1.39 કરોડની 2000 રૂ.ના દરની જાલીનોટો નો જથ્થો આ રેડમાં એસ.ઓ.જી પોલીસના હાથે લાગ્યો હતો. ભાવનગર એસ.ઓ.જી ની ટીમને થોડા દિવસ પૂર્વે પાક્કી બાતમી મળી હતી કે અગાઉ બનાવટી નોટોના કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ જે જેલ મુક્ત થયા બાદ ફરી શોર્ટકટ અપનાવી રાતોરાત રૂપિયા વાળા થવાની લાલચમાં ફરી વખત જાલી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરવાના હેતુથી એક ગેંગ બનાવી અને ભારતીય ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. 


જેથી પોલીસે તેમના પર વોચ ગોઠવી હતી, જેમાં અગાઉ ભાવનગર જીલ્લામાં જાલી નોટના કેસમાં પકડાયેલ આરોપી હાર્દિક વાઘેલા અને તેનો સાગરીત સુરેશભાઇ આડેસરા તથા બનાસકાંઠા જીલ્લામાં જાલી નોટના કેસમાં પકડાયેલ આરોપી મેરાજભાઇ રબારી તેના બીજા સાગરીતો સાથે મળી થોડા સમયથી ભાવનગરમાં ચોક્કસ જગ્યાએ ભારતીય ચલણની જાલી (બનાવટી) નોટો પ્રિન્ટ કરે છે અને તે તમામ એક જગ્યાએ આ વહીવટ માટે ભેગા થવાના છે.


તેવી હકીકત સામે આવતા ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ઓપરેશન ગોઠવી ભાવનગર ઘોઘારોડ, ગાયત્રીનગર પાસે શ્રીરામ સોસાયટીમાં આવેલ આરોપી હિરેનભાઇ રમેશભાઇના રહેણાંકી મકાને દરોડા પાડી કુલ પાંચ (૫) ઇસમો જેમાં (૧) હિરેનભાઇ રમેશભાઇ સીયાતર બારોટ, ઘોઘારોડ, ભાવનગર (૨) હાર્દિકભાઇ ભુપતભાઇ વાઘેલા, ગુંદીગામ (કોળીયાક), તા.જી. ભાવનગર (૩) પંકજભાઇ જીવાભાઇ સોનરાજ,આંબાવાડી,ભાવનગર (૪) અયુબભાઇ ઉસ્માનભાઇ બીલખીયા, સાણોદર ગામ તા. ઘોઘા જી. ભાવનગર (૫) મેરાજભાઇ કુરશીભાઇ લોઢા,ગામ કુડવા, તા. કાંકરેજ જી. બનાસકાંઠા વાળાને રૂપિયા 1,39,2000 ની 2000 ના દરની બનાવટી ચલણી નોટ નંગ 6951 તથા નોટો છાપવા ઉપયોગમાં લીધેલ કલર પ્રિન્ટર કમ ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તથા રોકડ રૂપિયા સહિત રૂપિયા 1,97,7000/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 


આ બનાવમાં ત્રણ આરોપીઓ (1) સુરેશભાઇ મોહનભાઇ આડેસરા ,સામખીયારી તા.ભચાઉ જી.કચ્છ (2) જાવેદ હાજીભાઇ સરમાળી, નવાપરા ભાવનગર (3) મહંમદ રફિક ઉસ્માનભાઇ કુરેશી, ઘોઘા જી. ભાવનગર અગાઉ નાસી છૂટ્યા હોય તેને વોન્ટેડ જાહેર કરી તમામ સામે ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 489(એ),(બી),(સી),(ડી), 120(બી), 34 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. જેમાં આ આરોપીઓ બનાવટી નોટો બજારમાં મૂકી છે કે કેમ? અન્ય કોઈ ગેન્ગના લોકો આમાં સામેલ છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.


જુઓ આ પણ વીડિયો:-