ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં એક ચાઈનીઝ નાગરિક દ્વારા સૌથી મોટી 3.54 કરોડની છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ચીની નાગરિકે ફૂટ બોલ સટ્ટા બેટિંગ એપના નામે છેતરપીંડી આચરી છે. આ સંદર્ભે ગુજરાતના પાલનપુરમાં દોઢ વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ સમગ્ર કેસને સીઆઈડી ગુજરાતને તપાસ સોંપવામાં આવી છે. સૌથી મોટી છેતરપિંડીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્કીસ બાનો કેસ: ગુજરાત સરકાઈ ભેરવાઈ, 'જેલો ભરેલી છે, તો બીજા કેદીઓને પણ મોકો આપો'


CID સાથે કેન્દ્રની એજન્સીઓ જોડાઈ
ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક યુ યુઆન્બે રૂ.3.54 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ચાઇનિસ શખ્સે કરોડોના આર્થિક વ્યવહાર એપમાં કર્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં સીઆઈડીએ અનેક આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ઉત્તર ગુજરાતના લોકોના 3થી 4 કરોડ રૂપિયા ગયા છે. ગુજરાત CID સાથે કેન્દ્રની એજન્સીઓ પણ આ ઘટનાની તપાસમાં જોડાઈ છે. અત્યાર સુધીમાં ગુજરાત અને ગુજરાત બહારના 10થી વધુ આરોપીઓ ઝડપી પડ્યા છે.


ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, જાણો શું છે નવા નિયમો?


15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો
જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક ફૂટબોલ સટ્ટા બેટિંગ એપનાં માધ્યમથી 15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો હતો. એપનાં માધ્યમથી ડેટાની ચોરી કરીને 3.54 કરોડની છેતરપિંડી કરી હતી. 1200 લોકો આ બેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. 2022 થી બેટિંગ એપથી આર્થિક સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. સાયબર ક્રાઈમે ચાઈનીઝ ફૂટબોલ ગેમ્સથી સાવચેત રહેવાની પોલીસે લોકોને અપીલ કરી છે.


દેશમાં રહેવા અમદાવાદ સૌથી સસ્તું અને મુંબઈ સૌથી મોઘું શહેર, જાણો તમારા શહેરની સ્થિતિ


માત્ર 9 દિવસમાં 1400 કરોડની છેતરપિંડી 
ગુજરાતમાં એક ચીની નાગરિકે માત્ર 9 દિવસમાં 3.54 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની માહિતી સામે આવતાં ખળભળાટ મચ્યો છે. ચીની નાગરિક ગુજરાતના પાટણ અને સાબરકાંઠામાં રહી લોકોને મોટો નફો થવાની લાલચ આપી પૈસા રોકાવતો હતો. 


પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે


પોલીસે ગુજરાત અને ગુજરાત બહારના 10થી વધુ આરોપીઓને ઝડપ્યા 
ચીની નાગરિકે દાની ડેટા' નામની ફૂટબોલ સટ્ટાની એપ બનાવી 3.54 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે ચીની નાગરિકનાં 9 સહયોગીઓની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર મામલે ગુજરાત પોલીસે એસઆઈટીની રચનાં કરી તપાસ હાથ ધરી છે. માત્ર 9 દિવસમાં 3.54 કરોડ ખંખેરી ચીની નાગરિક ફરાર થઈ ગયો છે. પાટણ અને બનાસકાંઠાના 1200 લોકોએ આ નકલી એપમાં પૈસા રોક્યા હતા. જોકે, માત્ર 9 દિવસમાં એપ બંધ થઇ જતાં લોકોને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.  પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ચૂક્યું હતું. 1200 ગુજરાતીઓ 3.54 કરોડ રૂપિયા ગુમાવી ચુક્યા હતા. આ ઘટનાની માહિતી ગુજરાત પોલીસને જુન 2022મા માહિતી મળી હતી.