રાજ્યમાં ડિજિટલ અરેસ્ટની સૌથી મોટી ઘટના, 90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
ઈન્ટરનેટના જમાનામાં ઓનલાઈન ફ્રોડ ખુબ વધી ગયા છે. હવે તેમાં ડિજિટલ અરેસ્ટ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. હવે સુરતમાં એક વરિષ્ઠ નાગરિક ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ગયા છે. તેમણે 1.15 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
ચેતન પટેલ, સુરતઃ સુરતના 90 વર્ષના વરિષ્ઠ નાગરિક, જે બીએ એલએલબીની ડિગ્રી ધરાવે છે અને છેલ્લા 30 વર્ષથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા આવ્યા છે. પરંતુ હવે તેઓ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા છે. આ ગેંગે તેમની બેદરકારીનો ફાયદો ઉઠાવીને 1.15 કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા. આ સમગ્ર મામલે સુરત સાયબર સેલે પાંચ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અને વોન્ટેડ જાહેર કરાયા છે. જે છેલ્લા છ મહિનાથી કમ્બોડિયામાં રહે છે અને આ લોકો પણ ચાઈનીઝ ગેંગ માટે કામ કરતા હતા. મોટાભાગે ડિજિટલ અરેસ્ટની ઘટનાથી જે પણ રકમ મેળવતા તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને આપતા હતા.
સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલ દ્વારા 90 વર્ષના સિનિયર સિટિઝન સાથે થયેલા ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો ગુન્હો ઉકેલવામાં આવ્યો હતો. આ કિસ્સામાં આરોપીઓએ પોતાની ઓળખ CBI,ED અથવા મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે આપી ભોગ બનનારને ડિજિટલ ધરપકડમાં રાખી, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, બળજબરીથી રૂપિયા 1,15,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ આરોપીઓએ સિનિયર સિટિઝનને વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેમની પાસેથી મુંબઇથી ચાઇનાને મોકલાયેલા કુરિયરમાં 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યાં છે. આ સાથે, તેમને મની લોન્ડરીંગ કેસમાં ફસાવવાની તથા સુપ્રીમ કોર્ટના ખોટા દસ્તાવેજો અને ED લોગોવાળી લેટર દ્વારા ધરપકડ કરવાની ધમકી આપી.મામલો 1930 નંબર પર ફરિયાદ બાદ સુરતના સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી. ટેકનિકલ સર્વેલન્સ અને બેન્ક ખાતાઓની વિગતોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના કેટલાક HDFC બેંક કાપોદ્રા શાખામાં નાણાં ઉપાડવા આવેલા ત્યારે પકડાયા હતા
આરોપીઓના નામ અને વિગતો:
1. રમેશકુમાર ચનાભાઇ કાતરીયા
2. ઉમેશભાઇ કરશનભાઇ જીજાળા
3. નરેશકુમાર હિંમતભાઇ સુરાણી
4. રાજેશભાઇ અરજણભાઇ દિહોરા
5. ગૌરાંગભાઇ હરસુખભાઇ રાખોલીયા
આ પણ વાંચોઃ વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
કબજે કરાયેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી કબજે કરાયેલ વસ્તુઓમાં 9મોબાઇલ ફોન, 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સીમકાર્ડ, રૂ. 9.5લાખ રોકડ, અને એક ફોરવ્હીલ ગાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બેંક ખાતાઓમાં રૂ. 16,61,802 ફ્રીઝ કરવામાં આવ્યા છે.
ફ્રોડનું મોડસ ઓપરેન્ડી
આ સાયબર ગેંગ નકલી CBI, ED કે કસ્ટમ અધિકારી બની વ્યક્તિઓને વિદેશી કુરિયરના નામે ડરાવતો હતો. તે લોકો સાથે વીડિયો કોલ કરીને ડિજિટલ ધરપકડમાં રાખી સમાધાન કરવા પૈસાની માંગ કરતો. ભયના કારણે ભોગ બનનાર ગભરાઈને નાણાં ચુકવતા હતા. દેશભર ના 14 રાજ્યો માં તેમની ઉપર 28 કેસ નોંધાયા છે.
કેવી રીતે થયો આ ગુનો?
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આરોપી ગેંગના સભ્યોએ સિનિયર સિટિઝનને તેમની પાર્સલમાં 400 ગ્રામ એમડી ડ્રગ્સ હોવાનું ખોટું જણાવ્યું હતું. આરોપીઓએ સીબીઆઇ, કીડીના ઓફિસર અને સુપ્રીમ કોર્ટના અધિકારી બનીને ખોટા ડોક્યુમેન્ટ્સ અને લેટર દ્વારા સિનિયર સિટીઝનને ડરાવ્યા હતા. આ દરમિયાન તેઓને ધમકી આપવામાં આવી કે જો તેઓ સહકાર ન આપશે તો તેમને ડ્રગ્સના કિસ્સામાં ફસાવી દેવામાં આવશે. 15 દિવસ સુધી આ સિનિયર સિટીઝન ડિજિટલ રીતે “અરેસ્ટ” રહીને આ ગેંગના શિકાર બન્યા. ડર અને માનસિક તાણ હેઠળ તેમણે 1.15 કરોડ રૂપિયા આ ગુનેગારોના ખાલખજાનામાં જમા કરી દીધા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
ચાઇનીસ કનેક્શન સાથે કનેક્શન
તેઓ પાસેથી બેંકમાંથી તાજેતરમાં બેંકમાંથી વિડ્રોલ કરેલા 9.50 લાખ રૂપિયા કબજે કરાયા છે. આ ગેંગના અન્ય સભ્ય પાર્થ ગોપાણી હાલ કમ્બોડિયામાં છે અને ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા ચાઈનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો
ગુનાની નવી ટેક્નોલોજી
આ ગેંગ બહુ આયોજનપૂર્વક કામ કરતી હતી. તેઓ અલગ-અલગ લોકોના ડિજિટલ ડેટા પર નજર રાખી, તેમને ડ્રગ્સ કે અન્ય ગુનાઓમાં ફસાવવાની ધમકી આપતી. લોકોના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા પછી, તે પૈસા ક્રિપ્ટોકરન્સી દ્વારા વિદેશી બેન્કોમાં પહોંચાડવામાં આવતા
આ સિનિયર સિટીઝનની પ્રોફાઈલ
સિનિયર સિટીઝન ખૂબ જ જાણીતા અને શિક્ષિત વ્યક્તિ છે. 90 વર્ષની ઉંમરે પણ તેઓ સ્ટોક માર્કેટમાં દિગ્દર્શક અને રોકાણકાર તરીકે જાણીતા છે. પરંતુ આ ગેંગની વિચિત્ર યુક્તિઓથી તેઓ મકજમ થઈ ગયા હતા.