Kheda News : ગુજરાતમાં ફરીથી કિડની કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. આણંદમાં થોડા વર્ષો પહેલા દેવુ કર્યા બાદ કિડની કાઢી લેવાનું કૌભાંડ ખૂલ્યુ હતુ. ત્યારે ફરી એકવાર ખેડામાં કિડની કૌભાંડ બન્યું છે. ખેડાના મહુધા તાલુકામાં કિડની કૌભાંડ થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ભુમાસ અને આજુબાજુના ગામોમાં મોટાપાયે કિડની વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. એક શખ્સે આરોપ મૂકતા કહ્યું કે, ભુમાસ ગામમાં 10 થી વધારે લોકોની કિડની વેચાઈ છે. વ્યાજખોર શખ્સ રૂપિયાના ચૂકવે તેની કિડની લઈ લેતો હતો. કિડની આપનારને 2 થી 2.50 લાખ આપવામાં આવતા હતા. ગામનો શખ્સ અને આગળથી ચાલતી મિલીભગતથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોપાલ પરમાર નામના ગામના જાગૃત નાગરિકે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને આ વિશે લેખિતમાં રજુઆત કરી છે. તેણે કહ્યું કે, ગામમાં અને આજુબાજુ વિસ્તારોમાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતો હતો. યુવકોને ગામમાંથી લઇ જઈ તેમની કિડની કઢાવી લેવામાં આવે છે. સમગ્ર મામલે ગોપાલ પરમારે લેખિતમાં રજૂઆત કરી છે. મહુધા પોલીસે ભુમસ ગામમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


આ જોઈ તમારું લોહી ઉકળી જશે, ડાકણ ન કરે તેવું કૃત્ય આ મહિલાએ કર્યું, પાડોશી બાળકીને બ


ગોપાલ પરમાર નામના યુવકે કહ્યું કે, મને 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે આપ્યા હતા. દર મહિને હું ચાર હજાર રૂપિયા ચૂકવતો હતો. પરંતુ મારી સાથે છેતરપીંડી કરી. મને કહ્યું કે, જો તારાથી રૂપિયા ન અપાય, તો તુ મારી સાથે દિલ્હી ચાલ. તારા 20 હજારની સામે 80 હજાર મળશે. અશોકભાઈ નામનો શખ્સ મને લઈ ગયો હતો. મને દિલ્હીમાં લઈ ગયો હતો. જ્યાં હોસ્પિટલમાં મને કહેવાયુ કે, ગોપાલભાઈ તમારી ડાબી સાઈડની કિડની કાલે કાઢવાની છે, આવતીકાલે તમારું ઓપરેશન છે. મેં હા પાડી. પરંતુ રાતે 12 વાગ્યે હું ત્યાંથી ભાગી ગયો હતો. અહી આવીને મેં ફરિયાદ કરી. પાંચ વર્ષથી કામ ચાલે છે, વ્યાજના રૂપિયાના સમાધાનમાં આ રીતે કિડની કઢાવી લેવાય છે. ગામના 15 જેટલા યુવકો ફસાયા છે. અશોકભાઈ ગામની બહાર દુકાન ધરાવે છે, અને આ રીતે ગ્રાહકો શોધે છે. 


દર્દીના નાકમાંથી 8 સેન્ટીમીટર મસમોટા મસાનું દૂરબીનથી ઓપરેશન, નાકના તાળવા સુધી પહોંચી


ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ છલકાયો, સાબરમતીમાં પૂરનો કોઈ ખતરો નથી