Scam to pass NEET exam : પંચમહાલના ગોધરામાંની જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખાયે કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો. માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર અને DEO તપાસ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે.  જેમાંથી પરશુરામ રોયની વડોદરાની SOG પોલીસે ધરપકડ કરી છે. NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળ્યા 
ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું ઝડપાયુ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ ખૂલ્યું છે. જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટ ના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. 


બૂથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય : પરથમપુરમાં ફરીથી થશે મતદાન



હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ


સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો ઉમેરવામાં આવી છે. 


કોણ છે પરશુરામ રોય 
વડોદરા SOG પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી અટકાયત કરી છે. પરશુરામ રોય એ રોય ઓવરસીઝ નામની કંપનીનો માલિક છે. સમગ્ર કૌભાંડમાં વડોદરાની રોય ઓવરસીઝના માલિકની સંડોવણી ખૂલી છે. નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં તેનું નામ ખુલ્યું છે. સમગ્ર ઘટનામાં પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ જોડાઈ છે. હાલ SOG દ્વારા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રોય ઓવરસીઝના કર્મચારીઓના નિવેદનો લેવાયા છે. 


આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ