`આશાબેનની સ્થિતિ અતિ ગંભીર, ડોક્ટરો પુરતો પ્રયત્ન કરી રહ્યા છે`
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ (Ashaben Patel)ને ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની હતી. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપનાં ધારાસભ્ય આશાબેનની તબિયત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી આર પાટીલ, પ્રદીપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ આશાબેન પટેલની મુલાકાતે ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube