BIG BREAKING: ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટી ખુશખબર, શિક્ષણ મંત્રીએ કરી આ જાહેરાત
શિક્ષકોને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: શિક્ષકોને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની નવા નિયમો અંતર્ગત પ્રથમ તબક્કાનો બદલી કેમ્પની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 જૂનથી 1 જુલાઈ સુધી બદલી કેમ્પ યોજાશે. જે સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.