Pavagadh Temple: પંચમહાલ: જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સીધા નિજ મંદિર પહોંચવા માટે 2 લિફ્ટ બનાવવામાં આવશે. છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 20 કરોડ ના ખર્ચે બે લિફ્ટ બનાવવામાં આવશે. 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇસ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આનંદો! આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતીમાં શરૂ થશે


પાવાગઢ ખાતે બનાવવામાં આવતી લિફ્ટમાં દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપવામાં આવશે. યાત્રાળુઓને હવે નિજ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં નહિ ચઢવા પડે. અગાઉ રોપ-વેમાંથી ઉતર્યા બાદ પણ 450 જેટલા પગથિયાં ચડવા પડતા હતા. લિફ્ટનું કામ અમદાવાદની ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.


થાઇ મસાજ ખૂબ સાંભળ્યું...પણ આ ગુજ્જુ ખેડૂતે થાઇ જામફળની ખેતી કરી જમાવટ કરી દીધી


રાજ્ય કક્ષાની આરોહણ અવરોહન સ્પર્ધા યોજાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રાજ્ય કક્ષાની તૃતીય આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં રાજ્યભરમાંથી 290 ઉપરાંત સ્પર્ધક યુવાનો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. 


રાજ્યમાં સાહસિક રમતો અને રમત-ગમતની સંસ્કૃતિનો વધુ વિકાસ કરવાના સરકારના પ્રયાસ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ પાવાગઢનાં માંચી ખાતેથી રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા 290 જેટલા દોડવીરોને લીલીઝંડી બતાવી ફલેગઓફ કરાવ્યું હતું. ઓપન વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં 236 ભાઈઓ અને 58 બહેનો મળી કુલ 294 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયર ભાઈઓમાં પંચમહાલ જિલ્લાનાં અશ્વિન ડિંડોર 28.30 સેકન્ડનાં સમય સાથે અને સિનિયર બહેનોમાં દાહોદ જિલ્લાનાં સીતાબેન ચારેલ 40.23 સેકન્ડનાં સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. 


હવે તો અમદાવાદમાં સાયકલ ચલાવવા પણ ચૂકવવા પડશે તોતિંગ રૂપિયા!


પંચમહાલ જિલ્લાનાં જ બારીયા જિગરભાઈ 28.56 સેકન્ડ સાથે દ્વિતીય અને વિક્રમ અમલિયાર 29.35 સેકન્ડનાં સમય સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે સિનિયર બહેનોમાં પંચમહાલ જિલ્લાનાં સુશીલા પટેલ 41.01 સેકન્ડનાં સમય સાથે દ્વિતીય તેમજ રાઠવા સવિતા 41.07 સેકન્ડનાં સમય સાથે તૃતીય સ્થાને રહ્યા હતા. પ્રથમ ક્રમે રહેલા વિજેતાને રૂ. 25000/- દ્વિતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ. 20,000/- અને તૃતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ.15,000/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. 


મનની આંખથી કરે છે મોટી કમાણી, ગૌમૂત્ર- આકડાંના પાનનો એવો કર્યો પ્રયોગ કે ધનના ભંડાર.


પ્રથમ દસ નંબરે રહેનારા તમામ સ્પર્ધકોને રૂ.5000/- અને વધુ રકમનાં રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. વર્ષ 2019-20માં પ્રથમ પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેવા આશયથી વર્ષ 2019-20થી ગુજરાતનાં પાંચ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે,