શંકર ચૌધરીએ કોંગ્રેસને આપ્યો ઝટકો: અમિત ચાવડાની મનની મનમાં રહી જશે, આ છે સંસદીય નિયમો
ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. રાજ્ય વિધાનસભામાં પહેલીવાર નેતા વિપક્ષ કોઈ નહીં હોય. નિયમ મુજબ, કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યનું સંખ્યાબળ હોય તો વિપક્ષ નેતાનું પદ મળે છે. પરંતુ કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. બીજી બાજુ વિધાનસભાના નિયમો પ્રમાણે 10 % સંખ્યાબળ હોવું ફરજિયાત છે. વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરાઈ હોવાની વાત પણ સામે આવી છે.
શિક્ષણ વિભાગના નિર્ણયથી શિક્ષણ જગતમાં ફરી વિવાદનો વંટોળ, વિદ્યાર્થીઓ પર વધશે ભાર
ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. રાજ્ય વિધાનસભામાં પહેલીવાર નેતા વિપક્ષ કોઈ નહીં હોય. નિયમ મુજબ, કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યનું સંખ્યાબળ હોય તો વિપક્ષ નેતાનું પદ મળે છે. પરંતુ કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે, જે પૂરતા સંખ્યાબળથી બે ધારાસભ્ય ઓછા છે. 10 ટકા ધારાસભ્ય ન હોય તો નિયમ મુજબ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ ન મળે તેવા સંસદીય નિમયો છે.
કોંગ્રેસમાં નહીં થાય કકળાટ, 17માંથી 10 નેતાઓને સોંપાઈ જવાબદારી: જાણી લો કોને કયું પદ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે.