અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈ
Ghodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
Ahmedabad Property Market અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકોની ટ્રાફિક સમસ્યાઓને મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. નરોડાથી નારોલ નેશનલ હાઈવે રોડ ઉપર પસાર થતાં ઘોડાસર સર્કલ પર બનાવવામાં આવેલ સ્પીલ્ટ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શનિવાર કે રવિવારના રોજ ખુલ્લો મૂકવામાં આવી શકે છે. એકવાર આ બ્રિજ ખુલ્લો મૂકવાથી ઘોડાસર જંકશન ઉપર થતી ટ્રાફીકની સમસ્યા હળવી થશે. સાથે જ રોજ અહીથી પસાર થતા અઢી લાખ વાહનો કોઈ પણ સમસ્યા વગર સરળતાથી પસાર થઈ જશે.
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 62 કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. જે રામનવમી બાદ જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાશે તેવી શક્યતા હતી. ઘોડાસર બ્રિજ બનવાના કારણે 2.50 લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે.
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશે
ઓવર બ્રિજની ખાસિયત
- આ ઓવરબ્રિજ 758.68 મીટરની લંબાઈ
- ૭.૫ મીટર કલીયર કેરેજ વીડથ સ્પલીટ ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે.
- ફલાય ઓવરબ્રિજમાં ઘોડાસર જંકશન ઉપર ૩૮ મીટર લંબાઈના પીએસસી પોસ્ટ ટેન્શન ગર્ડર મુકવામાં આવ્યા છે.
- બ્રિજમાં કેડીલા બાજુ તથા રાધિકા બંગલોઝ બાજુ ચઢતી તેમજ ઉતરતી લેન સાથેનો રેમ્પ બનાવવામાં આવ્યો છે.
- મુખ્ય ઓબલીગેટરી સ્પાન (૩૮ મીટર)માં આઈઆરસી કોડલ પ્રોવિઝનલ મુજબ લોડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.
- સો ટકા જેટલો લોડ સ્પાન ઉપર મુકવામાં આવ્યો છે.
- જશોદા નગર તરફ ૧૭૦.૩૮ મીટર લંબાઈની મર્જિંગ લેન સાથેની રીટેનીંગ વોલ તથા નારોલ તરફ ૮૩ મીટરની મર્જિંગ લેન સાથે બ્રિજની પહોળાઈ ૮.૫૦ મીટર પ્લસ ૮.૫૦ મીટર રાખવામાં આવી છે.અંડર સ્પેસ ડેવલપમેન્ટમાં પાર્કિંગ એરીયા આપવામાં આવ્યો છે.
રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ
આ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
હાલ નરોડાથી નારોલ તરફના આ રોડ પર કેડિલા બ્રિજ ક્રોસ કરતાં જ ઘોડાસર સર્કલ પર સવારે અને સાંજે ટ્રાફિક જામ રહે છે. સર્કલ પર એક સાથે આઠ રોડ પરથી વાહનોની અવર જવર રહેતી હોય છે. જ્યારે ટ્રાફિક પોલીસની હાજરી ન હોય ત્યારે સ્થિતિ કાબૂ બહાર જતી રહે છે. ઘોડાસર સર્કલ પર એક બાજુ સ્મૃતિમંદિર તરફ અવર જવર કરતો ટ્રાફિક તો બીજી તરફ નરોડા અને નારોલ તરફનો ટ્રાફિક અને એક તરફ મણિનગરનો ટ્રાફિક આમ ચારેય દિશામાંથી વાહનચાલકો આવતાં હોય છે. તો બીજી તરફ સર્કલ એવી જગ્યાએ છે કે ટ્રાફિકનું નિયમન કરવું ચેલેન્જિંગ છે. કેમ કે કેડિલા બ્રિજ તરફ ઢાળ અપાયો છે. નવો ઓવરબ્રિજ ખુલ્લો મૂકાતા હવે આ વિસ્તારના લોકોની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.
હાઈવે હોવાથી મોટા વાહનોની અવરજવર રહે
આ નેશનલ હાઈવે છે અને પૂર્વના લોકો આ રસ્તે જ અવર જવર કરે છે. અમદાવાદમાં મહત્તમ ભારે વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. ત્યારે આ બ્રિજ બનવાથી ભારે વાહનો પણ સીધેસીધા હાઈવે પરથી નીકળી જશે અને શહેરના લોકોને ભારે વાહનોનો ટ્રાફિક નહિ નડે.
ગુજરાતમાં રોજ 800 જેટલા લોકો ઢળી પડે છે, ગરમીથી થઈ રહેલી આ સમસ્યાથી ચેતી જજો, નહિ તો