ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. રાજકોટમાં સંત કબીર રોડ પર રહેતો હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રાદડિયાને જ્યારે જરૂર પડી ત્યારે હું સાથે ઊભો રહ્યો' નરેશ પટેલના નિવેદનથી નવી ચર્ચા


પહેલી મે ના રોજ  લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો ત્યારપછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો.


BCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણો


CCTV અને મૃતકના પરિવારજનના શોટ્સ વિન્ડોમાં (હર્ષિલના મૃત્યુ પછી પોલીસે હર્ષિલના પરિવારજનોને ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇલો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયું છે).


કેમ વિકાસથી વંચિત છે અમિત શાહ અને CM નો વિસ્તાર? કયા નેતાને આવે છે પેટમાં ચૂંક?


ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા જોકે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. હર્ષિલના મૃત્યુ પછી પોલીસે હર્ષિલના પરિવારજનોને ગોડાઉનના સીસીટીવી ફૂટેજ બતાવીને કહ્યું હતું કે, આ ફૂટેજ જોઇલો હર્ષિલ અચાનક જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ હાર્ટએટેક આવવાથી થયું છે.


ગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?


હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. જેથી CCTVની ફરીથી ચકાસણી કરતાં સામે આવ્યું કે હર્ષિલનું મૃત્યુ બોથડ પદાર્થના ઘા વાગવાથી થયું છે એટલે આ હાર્ટ એટેક નહીં પરંતુ હત્યા થઈ છે. કુવાડવા રોડ પોલીસે હત્યા અંગે તપાસ કરી હતી કે નહીં તે સવાલ છે. મૃતકના પરિવારજનોએ ગત 3 જુલાઈએ પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી હતી.


પહેલા કડાકો અને હવે ભડકો...કેટલે પહોંચશે આ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ