BCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણો

જય શાહ છેલ્લા લગભગ 3 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી છે અને તેમના નેતૃત્વમાં બોર્ડમાં અનેક ફેરફાર પણ જોવા મળ્યા છે. બીસીસીઆઈ જય શાહને કેટલો પગાર આપતું હશે તે પણ જાણવા જેવું છે. 

BCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણો

હાલમાં જય શાહ BCCIના સેક્રેટરી પદે છે પરંતુ જય શાહનો પગાર કેટલો છે એ સવાલ ઘણા લોકોના મનમાં હશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે થનારી આઈસીસી અધ્યક્ષ માટેની ચૂંટણીમાં પણ જય શાહ રેસમાં સૌથી આગળ છે. જય શાહ છેલ્લા લગભગ 3 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી છે અને તેમના નેતૃત્વમાં બોર્ડમાં અનેક ફેરફાર પણ જોવા મળ્યા છે. 

BCCI કેટલો આપે છે પગાર?
પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે, જય શાહને BCCI તરફથી કોઇ જ સેલેરી મળતી નથી. ખાલી જય શાહ જ નહીં પરંતુ BCCIના ઘણા અધિકારીઓ છે તે લોકોની મંથલી ઇન્કમ ફિક્સ નથી. જો કે, અન્ય સુવિધાઓ મળે છે અને તેમને મીટિંગ એટેન્ડ કરવા, ક્યાંક ટ્રાવેલક રવા અને બાકી અન્ય ચીજો માટે સુવિધાઓ આપવામાં આવતી હોય છે. 

શું મળે છે સુવિધાઓ
BCCI એ ઓક્ટોબર 2022ની એજીએમ બેઠક બાદ અધિકારીઓના ખર્ચા વધારવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના અધિકારીઓને દેશમાં કોઇ પણ જગ્યાએ બેઠક એટેન્ડ કરવા જાય તો પ્રતિદિન હિસાબે 40 હજારનું અલાઉન્સ મળે છે, જ્યારે વિદેશમાં થનારી બેઠક માટે પ્રતિદિન લગભગ 80 હજાર રૂપિયા મળે છે. આ ઉપરાંત દેશ અથવા તો વિદેશ કોઇ પણ જગ્યાએ ટ્રાવેલ માટે બોર્ડ તરફથી બિઝનેસ ક્લાસની ટિકિટ મળે છે. આ તમામ સુવિધાઓ BCCI અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ સહિત કેટલાક ટોપ લેવલના અધિકારીઓને જ મળે છે. અત્રે જણાવવાનું કે બીસીસીઆઈના અધિકારી અન્ય બોર્ડમાં પણ કામ કરે છે. જેમ કે જય શાહ બીસીસીઆઈ સચિવ હોવાની સાથે સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે. અહીંથી પણ તેમને આ રીતે બેઠકોના આધારે જ અલાઉન્સ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news