ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા પહેલા મોટી આંગડિયા લૂંટનું કાવતરું રચી રહેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે એક પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે. સાથે જ આરોપી પોતાની ગેંગ ક્યાં લૂંટને અંજામ આપવાનો હતો તેની પણ તપાસ ચાલુ છે. સાથે જ લુંટ માટે અન્ય રાજ્યમાંથી અન્ય કેટલા આરોપી આવવાના હતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઘર હશે તો કહેવાશો અદાણી-અંબાણી, રાતોરાત મુંબઇ કરતાં વધ્યા પ્રોપર્ટીના ભાવ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ શૈલેષ ઉર્ફે ટોટીયો ડાભી છે. જે અસારવા વિસ્તારનો રહેવાસી છે. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી લૂંટનું કાવતરું રચી રહ્યો છે. જેથી તેની તપાસ કરતા આરોપી પાસેથી એક પિસ્તોલ અને નવ જીવતા કારતુસ કબજે કરવામાં આવ્યા છે. આરોપીને પૂછપરછમાં સામે આવું કે તેની પાસેથી મળેલું હથિયાર રાજસ્થાનથી લાવ્યો હતો. જે હથિયાર સપ્લાય કરનાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


એવું ના સમજતા કે ખતરો ટળી ગયો! અંબાલાલે કહ્યું; આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે વરસાદ


ઝડપાયેલા આરોપી શૈલેષના ગુનાઈત ઇતિહાસ અંગે તપાસ કરતા આરોપી અગાઉ ફાયરિંગ વીથ લૂંટ કેસમાં ઝડપાયેલો છે. ઉપરાંત જીવલેણ ઇજા કરી લૂંટ કરવાના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યુ છે. આરોપી શૈલેષે 2013-14માં 3 મોટી લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં 2013 મા ભુજ બસ સ્ટેન્ડ પાસેથી આંગડિયા પેઢી ના કર્મી પાસેથી 25 લાખની લૂંટ ચલાવી હતી. 2014માં ભુજથી આંગડિયા પેઢીના કર્મચારી નુ અપહરણ કરી છરીના ઘા મારી શંખેશ્વર પાસે નાખી દઈ 85 લાખની લૂંટ કરી હતી. જે બાદ 2014 મા સોલા વિસ્તારમાં 75 લાખની આંગડિયા લૂંટ કરી હતી. જેમાં ફાયરિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યુ હતુ.


રિવરફ્રન્ટ જતા લોકોને હવે નહીં રહે ગાડીની ચિંતા, જોઈ લો એક- બે નહીં 7 માળનું પાર્કિગ


શૈલેષ ની ધરપકડ કર્યા બાદ જે લોટ નું કાવતરું તે રચી રહ્યો હતો. તેમાં અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તથા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રહેલા તેની ગેંગના અન્ય કેટલા આરોપીઓ આ લૂંટને અંજામ આપવાની હતા. તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ અન્ય કોઈ આરોપી શહેરમાં સક્રિય થયા છે કે કેમ તેની તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.


મહાઠગ હવે કાગળની પણ છેતરપિંડી કરવા લાગ્યા! વલસાડના વેપારીએ ફેરવ્યું કરોડોનું ફુલેકું