PHOTOs: રિવરફ્રન્ટ જતાં લોકોને હવે નહીં રહે ગાડીની ચિંતા, જોઈ લો એક- બે નહીં 7 માળનું બન્યું મલ્ટિપાર્કિંગ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ સહિતના મહાનગરોમાં વાહન પાર્ક ક્યાં કરવું એ એક સમસ્યા છે. જેના માટે વાહન પાર્કિંગની જગ્યાનું નિર્માણ કરવું એ એક માત્ર ઉપાય છે. 

1/9
image

શહેરના સાબરમતિ રિવરફ્રન્ટ પર પણ પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા હોવાથી કેટલાક મુલાકાતીઓને વાહન પાર્ક ક્યાં કરવું એની ચિંતા સતાવતી હતી. પરંતું હવે આ ચિંતાનું સમાધાન કરવામાં આવ્યું છે.

2/9
image

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ પાકિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી એક મહિનામાં આ મલ્ટિલેવલ પાર્કિંગનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે.

3/9
image

રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં, ઇવેન્ટ ગ્રાઉન્ડથી સીધું જ  સ્માર્ટ મલ્ટિલેવલ પાકિંગ બનાવવામાં આવ્યું છે.

4/9
image

આ પાર્કિંગ  કોરિડોર દ્વારા ફૂટ-ઓવર બ્રિજ સાથે સીધું જોડાયેલ છે. જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે. 

5/9
image

આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે. 

6/9
image

1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

7/9
image

પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે. 

8/9
image

9/9
image