અમદાવાદ: આજે પ્રદેશ ભાજપની એજન્ડા બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયર સહીતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નવા મેયર તરીકે જયમિની બહેન દવેનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું હતું પરંતુ મેયર પદ માટે બીજલ પટેલના નામની  જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રમેશ દેસાઈનું નામ નિશ્ચિત ગણવામાં આવતું હતું ત્યારે ડે. મેયર તરીકે દિનેશ દેસાઈ નામની જાહેરાત કરવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે અમુલ ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દંડક પદે રાજુભાઈ ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમુલ ભટ્ટની વહીવટી કુશળતા અંગે ભાજપમાં આંતરિક ગણગણાટ શરૂ ગયો છે. મુખ્યમંત્રીના નિકટના હોવાથી પદ મળ્યુ હોવાની પણ ભાજપમાં ચર્ચા
થઇ રહી છે. 


અમદાવાદ, સુરત અને ભાવનગરમાં મેયરના નામની જાહેરાત થઇ ગઇ છે. અમદાવાદમાં બિજલ પટેલની મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.તો ભાવનગરમાં મનહર મોરીની મેયર તરીકે નિયુક્તિ કરાઇ છે અને સુરતમાં જગદીશ પટની જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે અનિલ ગોપલાણી સ્ટેડિંગ કમિટિના ચેરમેન બન્યા છે. સુરત મનપાની બોર્ડમાં ભાજપના મેયરની દરખાસ્ત સામે કોંગ્રેસે સુધારો રજૂ કરી ડો જગદીશ પટેલ સામે ભુપેન્દ્ર સોલંકીનું નામ મૂક્યું છે. 


દેવગઢ બારીયા નગરપાલિકામાં ફારુકભાઈ ઝેથરાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ફારુકભાઈ ઝેથરા કોગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ભાજપમાં આવતા જ ભાજપે પ્રમુખ બનાવ્યા છે. તેમને  18 મતો મળતા પ્રમુખ જાહેર કરાયા હતા. ભાજપે કોંગ્રેસ પાસેથી દેવગઢ બારીયા નગરપાલિકા આચકી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 6 જુન ના રોજ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. કોગ્રેસના 7 સભ્યો અને ભાજપના 11 સભ્યો મળી કુલ 18 સભ્યોએ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.


કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પુરીબેન પટેલની વરણી કરવામાં આવી છે. 

અપડેટ ચાલુ છે...