નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો કર્યા
તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.
સિદ્ધપુર : તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.
ધસમસતા પ્રવાહ વચ્ચે બાઇક નાખીને પસાર થવા દરમિયાન અધવચ્ચે જ બાઇક બંધ પડી જતા બાઇક તણાયું હતું. જો કે ચાલકે જીવનાં જોખમે બાઇક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રવાહમાં સદનસીબે બાઇક પડતું મુકીને બહાર આવવાને બદલે તેણે બાઇક બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઇક બચી શક્યું નહોતું પરંતુ બાઇક ચલાવનારને ટ્રેક્ટરમાં રહેલા અન્ય લોકોએ બચાવી લીધો હતો.
સિદ્ધપુરના ખડિયાસણ-ડુંગરિયાસણ પાસે મોહિની નદીમા બાઇકચાલક ફસાઇ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેની બાઇક ફસાઇ જતા આ યુવકે તેને બચાવવા માટે ઘણા જ પ્રયાસ કર્યા હતા. જો કે પાણીના વહેણમાં બાઇક છોડી દેવું પડ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આવા બ્રિજ પરથી વધારે પાણી જઇ રહ્યું તો લોકોને બ્રિજ ક્રોસ નહી કરવા માટે અપીલ કરવામાં આવતી હોવા છતા પણ લોકો જીવના જોખમે બાઇક બચાવી લેવાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube