અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યભરમાં આવતી કાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  બિન સચિવાલય ક્લાર્ક(Bin Sachivalay Cleark)ની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ (Office Assistant Examination) ના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર


ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. આ પરીક્ષા માટે ધોરણ - 12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. અમદાવાદના 515 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની છે. સૌથી વધુ અમદાવાદમાંથી 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એક મિનિટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં આપવામાં આવે.પરીક્ષાખંડમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા આદેશ કરાયો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube