બિનસચિવાલય ક્લાર્ક પેપરકાંડમાં કોંગ્રેસના કાર્યકર્તાનો મોટો ખુલાસો, 3 વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં પેપર લીક (Paper leak) ને કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે આ મામલે તાપસનો દોર શરૂ થતાં પેપર લીકમાં સંડોવાયેલ કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો કેટલાક આરોપીના નામ બહાર આવતા જ તેઓ ફરાર થઈ ગયા છે. જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તલાટી કમ મંત્રી પ્રવીણદાન ગઢવીનું નામ પણ પેપરલીકમાં બહાર આવવું છે. મૂળ અમદાવાદનો રહેવાસી અને હાલમાં તલાટી તરીકે ફરજ બજાવતો પ્રવીણદાન ગઢવીને પોલીસ શોધવા નીકળી તો જાણવા મળ્યું કે તે છેલ્લા 15 દિવસથી ફરજ પર ગેરહાજર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં પેપર લીક (Paper leak) ને કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, ત્યારે આ મામલે તાપસનો દોર શરૂ થતાં પેપર લીકમાં સંડોવાયેલ કેટલાક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો કેટલાક આરોપીના નામ બહાર આવતા જ તેઓ ફરાર થઈ ગયા છે. જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તલાટી કમ મંત્રી પ્રવીણદાન ગઢવીનું નામ પણ પેપરલીકમાં બહાર આવવું છે. મૂળ અમદાવાદનો રહેવાસી અને હાલમાં તલાટી તરીકે ફરજ બજાવતો પ્રવીણદાન ગઢવીને પોલીસ શોધવા નીકળી તો જાણવા મળ્યું કે તે છેલ્લા 15 દિવસથી ફરજ પર ગેરહાજર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
રિટાયર્ડ પોલીસ કમિશનર સતીશ શર્મા લૂંટાયા, ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા
ત્રણ વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપરફોડ કાંડના આરોપી અને કોંગ્રેસના કાર્યકર્તા લખવિંદરસિંહની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે તેણે ત્રણ વ્યક્તિઓને પેપર ફોડીને મોકલ્યું હતું. પોલીસને તેના પુરાવા પણ હાથ લાગ્યા છે. યુવરાજ સિંહ મોરી, મહાવીરસિંહ અને ફેનીલ નામના ત્રણ યુવકોને પેપર ફોડીને મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે એમ.એસ. પબ્લિક સ્કૂલના અન્ય કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. વધુમાં ઘટસ્ફોટ થયો છે કે, આરોપી રામ ગઢવીએ દિપક નામના આરોપીનો મોબાઈલ ગુમ કરી દીધો છે. પેપરફોડના તમામ આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવશે.
રજાઈમાં લપાઈ રહેવુ પડે તેવી કાતિલ ઠંડીના દિવસો ગુજરાતમાં આવ્યા, એકાએક વધ્યું ઠંડીનું જોર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....