અમદાવાદ :બિનસચિવાલય પરીક્ષા (Bin Sachival Clerk) માં થયેલી ગેરરીતિના થઈ હોવાનો ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) અને એનએસયુઆઈ (NSUI) દ્વારા સીસીટીવી સાથે પુરાવા આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પરીક્ષાને રદ કરવાનો તથા ઉમેદવારોને ન્યાય આપવાની વાત કરવાની સાથે પગલા નહિ લેવાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે,  તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવી છે. હજુ સુધી આવું કોઈ બનાવ બન્યો નથી. જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ 


કોંગ્રેસ આક્ષેપોનો જવાબ આપતા અસિત વોરાએ જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૫ હજારથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવી છે. હજુ સુધી આવું કોઈ બનાવ બન્યો નથી. જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું. આજે સીસીટીવી ફક્ત બતાવવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવશે. ગૌણ સેવા મંડળ દ્વારા તપાસ કરવામાં આવશે. જે પણ કસૂરવાર હશે તેમની સામે તપાસ કરશે. ગુનેગારો સામે પગલાં લેવાશે. અમે સીસીટીવી મંગાવ્યા છે. 


Video : CM વિજય રૂપાણીના કાર્યક્રમ માટે માસુમ બાળકોનો જીવ જોખમમાં મૂક્યો


તેમણે કહ્યું કે, તમામ જગ્યાઓએ સીસીટીવી ન હતા, કારણ કે ઉમેદવારોની સંખ્યા વધુ હતી. કારણ કે, પહેલીવાર 10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ચોરી મામલે કેન્દ્ર સંચાલક પણ જવાબદાર હોઈ શકે છે. જે કેન્દ્ર સંચાલક દ્વારા આ સીસીટીવી લિક કરાયા છે તેની સામે પણ પગલા લઈશું. જે પણ વિદ્યાર્થીને ગેરરીતિ લાગે તો તે ચોક્કસ ફરિયાદ પર એક્શન લેશે. અગાઉ અનેક પરીક્ષાઓ લીધી છે, ક્યારેય કોઈ કેન્દ્રમાં આવી પરીક્ષા બને તો મંડળ તે મુજબના પગલા લઈ શકે છે. વોટ્સએપના પુરાવા ફેક હતા. 


દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી 


ઉલ્લેખનીય છે કે, શું તંત્રને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ જ ચિંતા નથી. શું તંત્ર દ્વારા આવી ગેરરીતિઓ રોકવામાં કોઈ જ પગલા કેમ નથી લેવાતા. વિદ્યાર્થીઓની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતુ નથી. તંત્ર પાસે હાલ પુરાવા હોવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી, ત્યારે રાજ્યભરના ઉમેદવારોમાં સરકારની આ નીતિ સામે નિરાશા દેખાઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube