Video : CM વિજય રૂપાણીના કાર્યક્રમ માટે બાળકોનો જીવ જોખમમાં મૂક્યો, ખુલ્લી જીપ પર બેસાડાયા

સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા. 
Video : CM વિજય રૂપાણીના કાર્યક્રમ માટે બાળકોનો જીવ જોખમમાં મૂક્યો, ખુલ્લી જીપ પર બેસાડાયા

દાહોદ :સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા. 

દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 29, 2019

બાળકોને જીપ ઉપર બેસાડીને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં લઈ જવાયા હતા. સવાલ એ છે કે, જ્યારે બાળકોને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તે સમયે પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. પોલીસે સમગ્ર મામલાને આંખ આડા કાન કર્યા હતા. એક તરફ વાહનચાલકો પાસેથી લાખોનો દંડ વસૂલવામાં માહેર ટ્રાફિક વિભાગ આખરે કેમ આ મામલે ચૂપકીદી સેવી રહ્યું છે. તો બીજા તરફ, કાર્યક્રમને શાનદાર બનાવવા માટે બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે. જાણે આ બાળકોના જીવનું કોઈ મહત્વ નથી, અને કાર્યક્રમ વધુ મહત્વનો છે, તેમ તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, દાહોદમાં આદિવાસીઓ ના ભગવાન ગણાતા સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપાની 150મી જન્મજયંતીની ઉજવણી આજે કરવામાં આવી હતી. ભીલસેવા મંડળના ઝાલોદ તાલુકા સ્થિત ટીટોડી કુમાર આશ્રમ ખાતે સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આમંત્રિત કરાયા હતા. તેમના હસ્તે અંબાલાલ વ્યાસ ગુરુજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news