Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જો કે પવનની ઝડપ ઘટવાને કારણે વાવાઝોડાનું લેન્ડફોલ મોડી થશે.  હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ લગભગ 8 વાગ્યાની આસપાસ શરૂ થવાની ધારણા છે જે મધરાત સુધી ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું, 'હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું હવે ગુરુવારે રાત્રે 9-10 વાગ્યાની આસપાસ દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. કારણ કે પવનની ગતિ ધીમી પડી ગઈ છે. વાવાઝોડું જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની ગતિમાં માત્ર થોડો ઘટાડો થયો છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી, તેથી સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યું છે.


આ પણ વાંચો:


દ્વારકામાં તબાહીના દ્રશ્યો: ઓખા બંદર પર ભારે તબાહી, જેટી પર ફરી વળ્યા સમુદ્રના પાણી


વર્ષો પછી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બધા જ એરપોર્ટ બંધ, માત્ર ઈમરજન્સી ફ્લાઈટ થશે ઓપરેટ


વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદર નજીક વીજ થાંભલાને ભારે નુકસાન, મકાનોના ઉડ્યા છાપરા


હવામાન વિભાગના પ્રભારી આનંદ દાસે વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, 'આ વાવાઝોડું આજે સાંજે 7 વાગ્યા પછી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. અને લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી શકે છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ખાસ કરીને 300 કિમીના વ્યાસવાળા ખાડી વિસ્તારોમાં ત્રાટકશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે આગામી 3 કલાક દરમિયાન દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગુજરાત રાજ્યમાં ભાવનગર, ગીર. સોમનાથ અને કચ્છ પ્રદેશોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક  કરતાં ઓછી રહેવાની શક્યતા છે.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવાઝોડા બિપરજોયના સંભવિત જોખમોનો સામનો કરવા માટે સંબંધિત અધિકારીઓને પણ નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકારે આર્મી, નેવી, સ્ટેટ રિઝર્વ ડિફેન્સ ફોર્સ, નેશનલ રિઝર્વ ડિફેન્સ ફોર્સ અને કોસ્ટ ગાર્ડની મદદથી અસરગ્રસ્ત લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. અત્યાર સુધીમાં લગભગ 94,000 થી વધુ લોકોને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.