બિપરજોય વાવાઝોડાને પગલે રાજકોટના આ ફરવાલાયક સ્થળો લોકો માટે કરાયા બંધ, લોકોને કરાઈ ખાસ અપીલ
Rajkot: વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટ શહેરના ફરવાલાયક સ્થળો 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Rajkot: બિપરજોય વાવાઝોડાની અસર હવે રાજકોટમાં વર્તાવા લાગી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવનો ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ થોડી-થોડી વાર રહીને વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટ શહેરના ફરવાલાયક સ્થળો 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
વર્ષો પછી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બધા જ એરપોર્ટ બંધ, માત્ર ઈમરજન્સી ફ્લાઈટ થશે ઓપરેટ
રાજકોટમાં બિપરજોય વાવાઝોડાની અસર શરુ, વરસાદ સાથે ભારે પવન ફુંકાયો, વૃશ્રો ધરાશાયી
વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદર નજીક વીજ થાંભલાને ભારે નુકસાન, મકાનોના ઉડ્યા છાપરા
બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ અને તમામ વોર્ડ ઓફિસો 24 કલાક ચાલુ રાખવા તથા સંબંધિત અધિકારીઓેને હુકમ કરવામાં આવેલ છે. આ સિવાય લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ, સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય અને રામવન 16 જૂન સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્થિતિમાં લોકોને પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વર્તમાન સંજોગોમાં ભારે પવન કે વરસાદની સ્થિતિ દરમ્યાન નાગરિકોએ પોતે કે પોતાના બાળકો, વાહનો વગેરેને વૃક્ષો નીચે રાખે નહીં તેમજ રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે પણ સાવચેતી રાખે. આ સિવાય અનિવાર્ય સંજોગો સિવાય લોકો ઘરેથી નીકળવાનું ટાળે.