Cyclone Biparjoy: રાજકોટમાં બિપરજોય વાવાઝોડાની અસર શરુ, વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અનેક વૃશ્રો ધરાશાયી

Rajkot: બિપરજોય વાવાઝોડાની અસર હવે રાજકોટમાં વર્તાવા લાગી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવનો ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ થોડી-થોડી વાર રહીને વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. 
 

Cyclone Biparjoy: રાજકોટમાં બિપરજોય વાવાઝોડાની અસર શરુ, વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અનેક વૃશ્રો ધરાશાયી

Rajkot: બિપરજોય વાવાઝોડાની અસર હવે રાજકોટમાં વર્તાવા લાગી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવનો ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ થોડી-થોડી વાર રહીને વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વાવાઝોડાને લઈને રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. વાવાઝોડાને લઈને અત્યાર સુધી રાજકોટ શહેરના 1600 સહિત જિલ્લાના 6325 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે તો બીજી તરફ ભારે પવનના કારણે છેલ્લા બે દિવસમાં 78 વૃક્ષ ધરાશાયી થયા છે.

આ પણ વાંચો:

182 બસ અને 36 ટ્રેનો રદ્દ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાની અસરને લઈને એસટી વિભાગ દ્વારા 182 બસ અને રેલ્વે વિભાગ દ્વારા 36 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ એરપોર્ટથી દિલ્હી, મુંબઈ અને સુરત જતી પાંચ ફ્લાઇટ રદ કરાઈ છે. રાજકોટ એરપોર્ટનો ઉપયોગ માત્ર ઇમરજન્સી કે રેસ્ક્યું માટે જ કરાશે. 

રાજકોટમાં NDRF ની ટીમ અને 2 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય

વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટમાં બે NDRF ટીમ અને બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે. આ સાથે જ રાજકોટ મનપામાં વાવાઝોડાને લગતી કોઈપણ ફરિયાદનું 45 મિનિટમાં નિકાલનો આદેશ કરાયો છે. વાવાઝોડાના પગલે સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવાઈ છે. રાજકોટની PMSSY બિલ્ડીંગમાં 40 બેડનો ખાસ વોર્ડ અને પેરેલલ ઇમરજન્સી રૂમ તૈયાર કરાયો છે તો બીજી બાજુ આપતિને પહોંચી વળવા 400 તબીબો અને 800 નર્સ સહિત 1200થી વધુનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news