Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. 125 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પ્રચંડ વેગથી બિપોરજોય ગુજરાતની છાતી ચીરતું આગળ વધી રહ્યું છે અને તબાહી મચાવી રહ્યું છે. કચ્છના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. કચ્છમાં પ્રાથમિક રીતે નુકશાનીનો આંકડો સામે આવ્યો છે. કચ્છમાં વાવાઝોડા પહેલાની અસરમાં મોટું નુકશાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિત ગુજરાતના 11 જિલ્લાઓમાં આવતીકાલે શાળાઓ બંધ, ચક્રવાતને પગલે લેવાયો નિર્ણય


કચ્છમાં 7 પશુઓના મોતના પણ સમાચાર છે. જ્યારે ભુજમાં વિજશોકથી અને એક ઝાડ પડવાથી 2 મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમા કરંટ લાગાવાથી બે પશુઓના મોત થયા છે. કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાઈ થયા છે. કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા વિસ્તાર સહિત કુલ 157 વિજપોલ ધરાશાઈ થયા છે. કચ્છમાં વાવાઝોડા બાદ બંધ થયેલા બે રસ્તાઓ ફરી પુર્વવત કરાયા છે. નખત્રાણા, ભુજ અને નલિયા, ભુજ વચ્ચે ઝાડ પડતા રસ્તો અવરોધાયો હતો.


ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક રસ્તા બંધ, વીજળી ડૂલ, ઝાડ પડ્યા, કચ્છમાં હાહાકાર


હાલમાં જખૌ પોર્ટથી બિપોરજોય 40 કિ.મી દૂર છે. કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં બિપોરજોય ગંભીર અસર પહોંચાડી રહ્યું છે. અનેક સ્થળો પર વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ ધારાશાહી થયાં છે તો ક્યાંક પેટ્રોલ પંપનાં છાપરાં ઊડવા લાગ્યાં છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાહી થયા છે. માંડવી સહિત અનેક તાલુકામાં ઓફિસનાં શેડ્સ ઊડ્યાં તો ક્યાંક વૃક્ષો ધારાશાયી થયાં છે. જેતલસર જંક્શનમાં ભારે પવનને લઈ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયાં. આ વૃક્ષ મકાન પર પડતાં મકાનની દીવાલને ભારે નુક્સાન થયું છે. એટલું જ નહીં અનેક જગ્યાએ વીજળીના પોલ પડી ગયા છાપરાં અને હોડિંગ્સ પણ અસંખ્ય જગ્યાએ પડ્યા છે.


ગુજરાતમાં આગામી 5 કલાક છે ખુબ જ ખતરનાક, વાવાઝોડું કચ્છને ધમરોળી નાંખશેઃ IMD