રાજકોટ : રાજ્યમાં કોરોનાને સરકાર ધીરે ધીરે ડામી રહી છે ત્યાં વળી બર્ડફ્લૂના કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર મૃતહાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પશુપાલન વિભાગની ટીમ દ્વારા તમામ સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મધ્યપ્રદેશ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 મોર બિમાર સ્થિતીમાં મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 8 મોર ઉપરાંત 10થી વધારે કબૂતર, 100 થી વધારે મરઘા અને 10 ટીટોડીઓનાં પણ મોત થયાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહેનના આડા સંબંધોથી ત્રાસેલા ભાઇએ તેના પ્રેમીને જાહેરમાં રહેંસી પોતે પણ સ્મશાનમાં જતો રહ્યો અને...


હાલ બર્ડફ્લુએ દેખા દીધા છે જેના પગલે પોરબંદર જિલ્લામાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ જોવા મળે તો વનવિભાગ તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા દોઢ દિવસમાં રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી 8 મોરનો મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં રાણાવાવ ગોવાણી વિસ્તારમાં માલદેભાઇની વાડીમાં 5 મોર મૃત હાલતમાં તથા 2 મોર પેરેલાઇઝડ સ્થિતીમાં મળી આવ્યા હતા. રામગઢ ગામના રાજુભાઇ પરબતભાઇ મોઢવાડીયાની વાડીની બાજુના વિસ્તારમાં 1 મોર બિમાર મળી આવ્યો હતો. 


રાજ્યમાં કોરોનાના વળતા પાણી: નવા માત્ર 671 કેસ નોંધાયા, 806 દર્દી સાજા થયા

આ પ્રકારે રાણાવા તાલુકામાં દોઢ દિવસમાં કુલ 8 મોરના મૃતદેહ તથા 7 મોર પેરેલાઇઝડ હાલતમાં મળ્યા હતા. વનવિભાગ તંત્ર અને પશુપાલન વિભાગ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાના ચીખલી ગામે થોડા સમયથી 100 જેટલી મરઘીઓના શંકાસ્પદ મોત થયાનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે પશુપાલનના અધિકારીઓ ઘટના સ્થલે મોબાઇલ લેબ સાથે પહોંચ્યા હતા. પ્રાથમિક તબક્કે આ મરઘાઓનું બર્ડ ફ્લુના કારણે મોત નિપજ્યું હોવાનું માની રહ્યા છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે આઠથી દસ ટીટોડીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે માહિતી મળતા વન વિભાગ દોડતું થયું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કીયા ગામમાં એક સાથે 10થી વધારે કબુતરનાં પણ મોત નિપજ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. કબુતરના મોત કઇ રીતે થયા તે અંગે તપાસ શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube