બિટકોઇન હવાલા કેસમાં આરોપી પોલીસકર્મીઓ સસ્પેંડ
બીટકોઇન હવાલા કેસમાં સંડોવાયેલા આરોપી બે પોલીસકર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બિટકોઇન કેસમાં ગુનામાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવશે. એમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું.
ગાંધીનગર: છેલ્લાં કેટલાક સમયથી મિડિયામાં ચાલી રહેલાં બીટકોઇન કૌભાંડ અને તેમાં 32 કરોડની હેરાફેરી તથા પોલીસવાળા તોડ કરી ગયા વગેરેની તપાસ કરીને સીઆઇડી ક્રાઇમ પોલીસે આજે અમરેલી પોલીસ મુખ્યમથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)માં દરોડા પાડીને 3 પોલીસ કોન્સ્ટેબલોની ધરપકડ કરી હતી. સીઆઇડી પોલીસે પીઆઇ અનંત પટેલ સહિત 9 પોલીસ કર્મીઓ સામે કેસ દાખલ કર્યો છે. બીટકોઇન હવાલા કેસમાં સંડોવાયેલા આરોપી બે પોલીસકર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બિટકોઇન કેસમાં ગુનામાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવશે. એમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું.
શૈલેષ ભટ્ટ નામની એક વ્યક્તિએ ક્રિપ્ટો કરન્સી બીટકોઇનના ધંધામાં તેમની પાસેથી 32 કરોડ પોલીસે ખંખેરી નાંખ્યાનો દાવો કર્યો હતો. જેની તપાસમાં ખુલ્યું કે 12 કરોડનો વ્યવહાર થયો છે. અને તેની પાસેથી અમરેલીના આ પોલીસ આરોપીઓએ ગેરકાયદે લાખો-કરોડો રૂપિયા પડાવી લીધા છે. સીઆઇડી-ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને આ કેસની વિગતો જાહેર કરી હતી. આ કાંડમાં એક એસપીનું નામ પણ ગાજી રહ્યું છે.
VIDEO અમરેલી બીટકોઈન મામલે ફરિયાદ દાખલ, CIDએ 3 પોલીસકર્મીની કરી અટકાયત
અલ્પેશ ઠાકોરના પત્ર પર ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતાં કહ્યું હતું કે સુરતમાં રવિ પુજારીનો ફોન આવ્યો છે. જો કે કોઇએ રવિ પુજારીના ફોનથી ગભરાવવાની જરૂર નથી. વિધાનસભા સત્ર દરમ્યાન આવેલા ફોનમાં રવિ પુજારીનો જ અવાજ હોવાનું મેચ થયું છે પણ સુરતમાં તાજેતરમાં આવેલા ફોન પરના અવાજની એફ.એસ.એલમાં તપાસ ચાલુ છે.
તો બીજી તરફ જીગ્નેશ મેવાણીના 14 તારીખના નિવેદન પર ગૃહ મંત્રીએ કહ્યું હતું કે બાબા સાહેબ કોઇ એક વ્યક્તિ કે સમાજના નેતા નથી ભાજપના નેતા 14મી તારીખે બાબા સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
અમરેલી પોલીસે મૂળ સૌરાષ્ટ્રના એવા સુરતના વિવાદાસ્પદ બિલ્ડર ગણાતા શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગર ખાતે કોઈ ફાર્મમાં લઈને મારપીટ કર્યું હોવાના આરોપ છે. આ ઉપરાંત તેમની પાસેથી જબરદસ્તીથી 12 કરોડના બીટકોઈન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હોવાનો આક્ષેપ છે.