વડોદરા: રાજ્યમાં કોરોના વાયરસના કહેર યથાવત છે. ત્યારે વડોદરાના ભાજપના કાર્યકર વિજયસિંહ પરમાનું નિધન થયું છે. કોરોનાને કારણે વિજયસિંહ પરમાનું નિધન થયું છે. વિજય સિંહ પરમાર છેલ્લા 20 દિવસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દાહોદ : અનાસ નદીમાં ડુબેલા 6 માંથી એક યુવકની લાશ રાજસ્થાન પહોંચી, 3 યુવકો હજી પણ લાપતા 


વડોદારના ભાજપ કાર્યકર વિજયસિંહ પરમાર થોડા દિવસ પહેલા કોરોનાના લક્ષણો દેખાયા હતા. જો કે, વિજયસિંહે કોરોના ટેસ્ટ કરવાતા તોઓ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 20 દિવસથી વિજય સિંહ પરમાર વડોદારાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે આજે તેમનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિજયસિંહ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અંગત વ્યક્તિ હતા. તેઓ 24 કલાક મધુ શ્રીવાસ્તવ સાથે રહેતા હતા. 


આ પણ વાંચો:- વડોદરા: લાંબા સમયથી વડોદરાના નાગરિકોની માંગ સરકારે સ્વિકારી, અશાંતધારો લાગુ


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડોદરા શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત (Corporator Amiben Rawat) કોરોનાથી સંક્રમિત થયા છે. અમીબેનને લક્ષણો દેખાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કોર્પોરેટર અમીબેનના પતિ અને પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


આ પણ વાંચો:- વડોદરા: મિલ્કતનો કેસ જીતાડવાની લાલચ આપીને 2 ઠગોએ 17.40 લાખ રૂપિયા પડાવ્યા


વડોદરા શહેરમાં શું છે કોરોનાની સ્થિતિ
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાનો વિષય છે. ગઈકાલે વડોદરા જિલ્લામાં કુલ 119 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 7 હજાર 196 થઈ ગઈ છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 119 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 5,541 દર્દીઓ રિકવર થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર