ડાંગમાં ભાજપનો ડંકો વાગ્યો, વિજય પટેલનો ૫૯,૪૭૫ મતોથી વિજય
ડાંગ બેઠકની વાત કરવામાં આવે છે તો ડાંગ વિધાનસભાની બેઠક પર ભાજપ 21026 મતથી આગળ છે. ડાંગમાં ભાજપની બઢત જોતાં મહિલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઝી વેબ ડેસ્ક, અમદાવાદ: આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection)ની મતગણતરી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કુલ ૨૫ મથકો પર મતગણતરી હાથ ધરાઈ છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. ૧૭ મતદાન મથક પર EVM થી મતગણતરી થઈ છે. કુલ ૯૭ ટેબલ પર મત ગણતરી હાથ ધરાઈ છે.
ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે હાથ ધરવામા આવી હતી. જેમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલનો ૫૯,૪૭૫ મતોથી વિજય થયો હતો.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલી મતગણના દરમિયાન કુલ ૩૬ રાઉન્ડ સહીત ૧ પોસ્ટલ બેલેટના રાઉન્ડ સાથે જુદા જૂદા ૧૦ ટેબલો ઉપર ગણતરી હાથ ધરવામા આવી હતી. ગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને કુલ ૯૪,૦૦૬ મત મળવા પામ્યા છે. જયારે તેમના નજીકના હરીફ ઉમેદવાર સૂર્યકાંત ગાવીતને (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ૩૩૯૧૧, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર બાપુભાઈ ગામીતને ૧૨૩૪, અપક્ષ ઉમેદવાર જીતેન્દ્ર ગામીતને ૩૯૬, અપક્ષ ઉમેદવાર દિનેશ હાડળને ૩૧૪, અપક્ષ ઉમેદવાર ચિરાગ પટેલને ૪૨૮, અપક્ષ ઉમેદવાર મનુભાઈ ભોયેને ૫૪૨, અપક્ષ ઉમેદવાર યોગેશ ભોયેને ૪૦૦, અપક્ષ ઉમેદવાર મુકેશ વાડેકરને ૯૨૮ મળી કુલ ૧,૩૨,૧૫૯ માન્ય મતો તથા ૨૯૩૯ નોટાના મતો સહીત કુલ ૧,૩૫,૦૯૮ મતોની ગણતરી હાથ ધરવામા આવી હતી. જેમા ૧૪૪૨ પોસ્ટલ બેલેટનો પણ સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ હતું. આ ઉપરાંત આ ચૂંટણીમા પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ મળી કુલ ૧,૩૫,૦૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સને ૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમા કુલ ૧,૨૨,૬૭૨ મતદારોએ મતદાન કર્યું હતુ. જે પૈકી તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસના ઉમેદવાર મંગળ ગાવીતને ૫૭,૮૨૦ મતો તથા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલને ૫૭,૦૫૨ મતો મળવા પામ્યા હતા. આમ, ૭૬૮ માટે મંગળભાઈ ગાવિત (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) ના ઉમેદવારનો વિજય થવા પામ્યો હતો. જે તે વખતે નોટાને ૨૧૮૪ અને અન્ય બે ઉમેદવારોને કુલ ૪૩૧૨ મતો પ્રાપ્ત થયા હતા.
ડાંગ જિલ્લા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24માં રાઉન્ડ ભાજપાનાં વિજય પટેલ 40,892મતોથી આગળ
ડાંગ જિલ્લા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 25માં રાઉન્ડ ભાજપાનાં વિજય પટેલ 42,567 મતોથી આગળ
ડાંગ બેઠક પર 8 રાઉન્ડના અંતે ભાજપને 20152 મત મળ્યા છે. તો કોંગ્રેસને 7567 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલ 12585 મતથી આગળ ચાલે છે. મતગણતરીમાં પાછળ જતા રહેતા કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત મતદાન મથક છોડીને જતા રહ્યા હતા. તેઓએ મીડિયા સાથે કંઈ પણ વાત કરવાની ના પાડી હતી. તેઓ પહેલા રાઉન્ડથી જ પાછળ રહ્યા હતા.
ધારીથી Live : કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરવાની તૈયારીમાં ભાજપના જેવી કાકડિયા
સવારે 8 વાગ્યા ટકોરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. તેમાં જોવા એ રહ્યું કે કોણ બાજી મારે છે. બપોરે 12થી 2 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. 11 વાગ્યા સુધીના પરિણામમાં ભાજપને 54.33 ટકા વોટ શેર મળ્યો છે. તો કોંગ્રેસને 34.19 ટકા મત મળ્યા છે.
લીંબડીમાં ભાજપનુ વાવાઝોડું, કિરીટ સિંહ રાણા 15 હજાર કરતાં વધુ મતથી આગળ
ત્યારે ડાંગ બેઠકની વાત કરવામાં આવે છે તો ડાંગ વિધાનસભાની બેઠક પર ભાજપ 21026 મતથી આગળ છે. ડાંગમાં ભાજપની બઢત જોતાં મહિલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ કાર્યકર્તાઓને અપેક્ષા છે કે 25 હજારથી વધુની ભાજપ મેળવશે. અત્યારે 21 હજાર વધુની લીડ પર પહોંચી ગયા છે.
ડાંગ બેઠક
રાઉન્ડ: 8
ભાજપ: 20152
કોંગ્રેસ: 7567
તફાવત: 12585
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં ગુજરાતની ડાંગ બેઠક સિવાય તમામ બેઠકો પર મતદાનની ટકાવારી ઓછી રહી હતી. પેટાચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયું હતું અને સૌથી ઓછું ધારી બેઠક પર નોંધાયું હતું. આઠ બેઠકોનું સરેરાશ મતદાન 56.85 ટકા નોંધાયું હતું.
મોરબીથી Live : બ્રિજેશ મેરજા કોંગ્રેસના જયંતી પટેલે મેળવેલી સરસાઈ કાપીને આગળ નીકળ્યા
7 બેઠક પર જીત તરફ ભાજપ, કાર્યકર્તાઓ ગેલમાં
11 વાગ્યા સુધીનુ પરિણામ લગભગ સ્પષ્ટ થઈ રહ્યું છે. મોરબીને બાદ કરતા 7 બેઠકો પર ભાજપ પક્ષ આગળ ચાલી રહ્યું છે. ડાંગ, લીંબડી, અબડાસા, ધારી, કરજણ, ગઢડા અને કપરાડા બેઠક પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉજવણી માટે પહોંચી રહ્યા છે.
તો બીજી તરફ કોંગ્રેસનું કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર સોપો છવાઈ ગયો છે. ભાજપ માટે આ દિવાળી છે, ત્યારે આ મોટો વિજયોત્સવ ભાજપના ફાળે આવશે. સીઆર પાટીલના પ્રમુખપદે આવ્યા બાદ આ પહેલી ચૂંટણી હતી, જેમાં ભાજપને સફળતા મળી છે. આમ, કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube