ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે કરી પ્રભારી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જની નિમણૂંક
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 26 સીટો જીતવા માટે કુલ 78 પદાધિકારીઓને જવાબદારી આપી છે.
ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવા માટે મુખ્યપ્રધાનના નિવાસ્થાને સરકાર અને સંગઠનના મહત્વના પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 26 લોકસભાની બેઠકો માટે પ્રભારી, ઈન્ચાર્જ, સહ-ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરી દીધી છે. કુલ 78 પદાધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. બનાસકાંઠાની લોકસભા સીટના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે. તો સાબરકાંઠાની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે.
ક્યાં જિલ્લામાં કોને બનાવ્યા પ્રભારી
બનાસકાંઠાના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યાની નિમણૂંક
પાટણના પ્રભારી તરીકે મયંક નાયકની નિમણૂંક
સાબરકાંઠાના પ્રભારી તરીકે પ્રદીપસિંહ વાઘેલાની નિમણૂંક
અમદાવાદના પ્રભારી તરીકે આઈ.કે.જાડેજાની નિમણૂંક
દાહોદના પ્રભારી તરીકે અમિત ઠાકરની નિમણૂંક
ભાવનગરના પ્રભારી તરીકે મહેશ કસવાલાની નિમણૂંક
અમદાવાદ પૂર્વમાં ઈન્ચાર્જ તરીકે વલ્લભ કાકડીયાની નિમણૂંક
રાજકોટમાં ઈન્ચાર્જ તરીકે નરહરિ અમીનની નિમણૂંક
જામનગરમાં ઈન્ચાર્જ તરીકે ચીમન સાપરિયાની નિમણૂંક
અમરેલીમાં ઈન્ચાર્જ તરીકે વી.વી.વઘાસીયાની નિમણૂંક