અમદાવાદ: ગત 23 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકા (Municipal Corporation) ના ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. પરિણામ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) પોતાના વિજયની ઉજવણી કરી રહી છે. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સુરત (Surat) ના સરથાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હી (Delhi) ના ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે (BJP) શું કર્યું? આજે ગુજરાત (Gujarat) માં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાત (Gujarat) માં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો. પરંતુ પરિણામ પર નજર કરીએ તો 6 મહાનગર પાલિકાથી 368 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે.

Ahmedabad: યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા પૈસા, પતિ પત્ની સહિત 3ની ધરપકડ


ડિપોઝીટ જપ્ત થયેલ આંકડાની વાત કરીએ તો સુરત (Surat) શહેરમાં 65, વડોદરા (Vadodara) શહેરમાં 41, ભાવનગર (Bhavnagar) શહેરમાં 39, અમદાવાદ શહેરમાં 155 અને રાજકોટ (Rajkot) શહેરમાં 68 બેઠકો પર આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે 6 મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખેલા નહોતા ટૂંકમાં સુરતના 27 સિવાયના તમામ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવી છે.


આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતથી વિજય પ્રાપ્ત કરવાનો પ્રદેશ ભાજપનો દાવો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube