Ahmedabad: યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા પૈસા, પતિ પત્ની સહિત 3ની ધરપકડ

અપહરણ બાદ યુવકને છોડ્યો પણ તેનું વાહન પરત નહિ આપી છોડાવા માટે યુવકના પિતા પાસે 40 હજાર રૂપિયા પડાવ્યા. એટલુજ નહિ આ ટોળકીએ શાહનવાઝના પિતાને પણ ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું.

Updated By: Feb 26, 2021, 08:46 PM IST
Ahmedabad: યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા પૈસા, પતિ પત્ની સહિત 3ની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં હનીટ્રેપ (Honey Trap) નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં યુવકને મહિલાએ મળવા માટે ઘરે બોલાવી પતિ અને ભાઈ સાથે મળી યુવકનું અપહરણ કરી ટુકડે ટુકડે 77 હજાર રૂપિયા પડાવ્યા હતા. જોકે આ મામલે વેજલપુર પોલીસે યુવતી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વેજલપુર (Vejalpur) માં રહેતા શાહનવાજ શેખ નામના યુવકની 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં આફરીન નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી. જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ (Whatsapp) પર વાત થોડાક સમય થઈ પછી સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ ગત 15મી ફેબ્રુઆરીએ યુવકના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબર બ્લેન્ક મેસેજ આવ્યા ત્યારે 17મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આફરીને યુવકને ફોન કરીને યુવતીએ ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો હતો.

IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

જોકે શાહનવાઝ યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી તેના ખીસ્સામાં રહેલા 17 હજાર કાઢી તેને કારમાં બેસાઈ બાવળા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20 હજાર લઈ યુવકને છોડી દીધો હતો.

આરોપીઓએ અપહરણ બાદ યુવકને છોડ્યો પણ તેનું વાહન પરત નહિ આપી છોડાવા માટે યુવકના પિતા પાસે 40 હજાર રૂપિયા પડાવ્યા. એટલુજ નહિ આ ટોળકીએ શાહનવાઝના પિતાને પણ ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું.

હાલ તો આ મામલે વેજલપુર પોલીસ (Vejalpur Police) સ્ટેશનમાં આફરીન, ઈમ્તિયાઝ અને ઇકબાલ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ યુવતીએ આ રીતે અન્ય કોઈ યુવકને હનીટ્રેપ( Honey Trap) માં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube