સુરત : આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આજે ગાંધીનગર કમલમ્ ખાતે સુરતના 5 આપના કોર્પોરેટરોએ કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની હાજરીમાં પાંચેય કોર્પોરેટર અધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ આ અંગે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયા છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે. સામ દામ દંડ ભેદ દ્વારા કોર્પોરેટરોને ભાજપમાં લઇ જવામાં આવ્યા છે. આ લોકો અમારા ખભે બેસીનો મોટા થયા બાદ હવે ભાજપમાં જોડાયા છે. જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. 


આ ઘટના અંગે સુરતનાં શહેર આપ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અનેક ફરિયાદોને લઈ કોર્પોરેટર વિપુલ માલવીયાને કાર્યાલય પર સમજાવવામાં આવ્યા હતા. જો કે પાર્ટી વિરોધી કામગીરી બંધ કરી નહોતી. પૈસા લઈને ભાજપમાં જોડાઈ જવા માટે અન્ય કોર્પોરેટર ઉપર છેલ્લા થોડાક દિવસથી તેઓ દબાણ પણ ઉભું કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટી ન છોડવા અને પૈસાની લાલચમાં ન ફસાવા તેઓને સમજાવવાની વાતચીત છેલ્લા ઘણા દિવસથી કાર્યાલય પર ચાલતી હતી. જો કે આજે સવારથી જ તેમનો ફોન બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા હતા. પાર્ટી તરફથી તેમનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો છતા સંપર્ક થઇ શકયો નહોતો. આખરે સમાચાર માધ્યમો દ્વારા તેઓ ભાજપમાં જોડાઇ ગયા હોવાની માહિતી મળી હતી.