વડોદરા: શહેર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે કલેક્ટર ઓફિસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રંજનબેન ભટ્ટ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં રંજનબેન સાથે સીએમ રૂપાણી અને તેમના ટેકેદાર તરીકે ચોકીદાર જયેશ પટેલ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ


લોકસભા ચૂંટણી 2019ને લઇ ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના આગેવાનો આ વખતેની લોકસભા ચૂંટણી ‘મેં ભી ચોકીદાર’ના મુદ્દે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા 4 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરાવમાં આવી છે. તો આ સાથે જ ભાજપના ઉમેદવારો દ્વારા તેમની દાવેદારી નોંધાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમના ટેકેદાર તરીકે ચોકીદાર જયેશ પટેલ સહીત અન્ય ત્રણ ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. 


કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ


રંજનબેન દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જયુબિલીબાગ ખાતે સીએમ રૂપાણીએ સભા સંબોધન કરી. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી આતંકવાદીઓને ખતમ કરનારા લોકો અને આતંકવાદને પનાર આપનાર લોકો વચ્ચેની છે. આ વખતેની ચૂંઠણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. એક તરફ હું ખાતો નથી, ખાવા દેતો નથી અને બીજી તરફ આ દેશને તોડી ખાનારા લોકો મહાગઠબંધનના નામે ઠગબંધન કરનારા લોકો વચ્ચે છે. જેમને હજુ સુધી પચતુ નથી કે એક ચાવાળો વડાપ્રધાન થઇ જાય. 


વધુમાં વાંચો: લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ, વરરાજા કન્યાને લીધા વિના પરત ફર્યો


ઉલ્લેખનીય છે કે, વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં રંજનબેન ભટ્ટ સાથે સીએમ રૂપાણી સહિત તેમના ટેકેદાર જયેશ પટેલ, ધારાસભ્ય સીમા મોહિલે, મનીષા વકીલ અને સાવલી તાલુકાના પ્રમુખ નટવરસિંહ સહિત મોટી સખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપી હતી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...