અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારે આવતી કાલે (30 માર્ચ) વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવાના છે.

અમિત શાહ આજે આવી પહોંચશે અમદાવાદ, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે તેઓ આવતી કાલે (30 માર્ચ) ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તેઓ 4 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું છે. જેને લઇને અમિત શાહ આજે સાંજે 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

ગુજરાત લોકસભાને લઇને ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે લાલ કૃષ્ણ અડવાણી જ્યાંથી ચૂંટણી લડતા હતા તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારે આવતી કાલે (30 માર્ચ) વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવાના છે. આ ફોર્મ ભરતા પહેલા અમિત શાહના 4 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહના રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ રોડ શોના રૂપ પરની સંપૂર્ણ તેયારીઓનું નિરીક્ષણ રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન કરવાના છે. અમિત શાહના આ રોડ શો દરમિયાન તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, ભુપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સહિતના રાષ્ટ્રીય નેતાઓ અહીં ઉપસ્થિતિ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરથી આ ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે જ ગાંધીનગરથી ચૂંટણી લડતા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી. ત્યારે ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ખૂબજ મહત્વની છે. તેને લઇ ગાંધીનગરની બેઠક સાથે જ રાજ્યની 26 બેઠકો પર પણ જીત અપાવવાની જવાબદારી અમિત શાહના માથે રહશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news