ધવલ પારેખ/નવસારી : ગુજરાતના આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરતા 28 માં રાજ્ય કક્ષાના આદિજાતિ મહોત્સવનો આજે નવસારીના વાંસદા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને બે રાજ્ય કક્ષાના પ્રધાનોની ઉપસ્થિતમાં યોજાયો. જેમાં વિધાનસભા ચુંટણી નજીક હોય, સી. આર. પાટીલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગી ધારાસભ્ય અનંત પટેલની ઝાટકણી કાઢી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાંચ્યા બાદ કોઇ પોતાનું ગામ નહી છોડે અને શહેરમાં હશે તે પણ ગામડે જતા રહેશે


વિધાનસભા ચુંટણી નજીક આવતા જ ભાજપ પણ આદિવાસીઓ ઉપર ધ્યાન આપી રહ્યુ છે, ત્યારે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સહિત ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના 28 માં આદિજાતિ મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિ સાથે જ નૃત્યો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બે દિવસીય આદિજાતિ મહોત્સવમાં રાજ્યના 14 જિલ્લાઓના 750 કલાકારો 36 કૃતિઓ રજૂ કરાશે. આજના કાર્યક્રમમાં આદિજાતિ પ્રધાને આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓ વિશે વાત કરી, આદિવાસીઓનો વિશ્વાસ સંપાદન કરવાની વાત કરી હતી. 


VADODARA માં કૃત્રિમ તળાવમાંથી ભગવાનની અનેક ખંડિત મૂર્તિ મળી આવતા ચકચાર


આદિજાતિ સમારોહમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલમને આડે હાથ લીધા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પ્રોજેકટ રદ્દ થવાની જાહેરાત કરતા હોય, ત્યારે એમની જાહેરાતને લોલીપોપ ગણાવનાર ધારાસભ્યની વાત જ લોલીપોપ હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે અનંત પટેલ આગામી ચુંટણીમાં હાર ભાળી ગયા હોવાથી, આદિવાસીઓને ભરમાવવાની વાતો કરે છે. રિવર લિંક પ્રોજેક્ટ પર મનમોહનસિંહની સરકારે સહી કરી હતી, અનંત પટેલે આદિવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. જેને પ્રધાનમંત્રીએ દેશહિતમાં ઘટાળ્યા હોવાની વાત કરી, 10 જૂનના પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.ઉલ્લેખનિય છે કે વાંસદા વિધાનસભાને રાજકીય રીતે દત્તક લીધા બાદ ભાજપ દ્વારા અનેક કાર્યક્રમો વાંસદામાં યોજવામાં આવ્યા છે. જેમાં ખુડવેલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ આદિવાસી પટ્ટાની વિધાનસભા બેઠકો કબ્જે કરવાની રણનીતિનો જ ભાગ હોવાની ચર્ચા ઉઠવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube