આ વાંચ્યા બાદ કોઇ પોતાનું ગામ નહી છોડે અને શહેરમાં હશે તે પણ ગામડે જતા રહેશે
એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતી છોડી શહેરી વિસ્તાર તરફ આકર્ષિત થઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ જામનગર શહેરથી ખુબજ નજીક આવેલ શહેરની ભાગોળે આવેલ મસિતીયા ગામે રહેતા અને છેલ્લી ચાર-પાંચ પેઢીથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા આત્મનિર્ભર ખેડૂત કાસમભાઈ ખફી આજના સમયમાં પણ ખેડૂતો માટે એક પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ રહ્યા છે.
Trending Photos
જામનગર : એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતી છોડી શહેરી વિસ્તાર તરફ આકર્ષિત થઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ જામનગર શહેરથી ખુબજ નજીક આવેલ શહેરની ભાગોળે આવેલ મસિતીયા ગામે રહેતા અને છેલ્લી ચાર-પાંચ પેઢીથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા આત્મનિર્ભર ખેડૂત કાસમભાઈ ખફી આજના સમયમાં પણ ખેડૂતો માટે એક પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ રહ્યા છે.
જામનગરના મસીતીયા ગામે રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા આત્મનિર્ભર ખેડૂત એવા કાસમભાઈ ખફી પોતાની 125 વીઘા ખેતીમાં શિયાળુ, ઉનાળુ, ચોમાસુ પાક સાથે બાગાયતી ખેતી કરી અને પોતે એક આત્મનિર્ભર ખેડૂત સાબિત થઈ રહ્યા છે. મસિતીયા ગામના ખેડુત કાસમભાઇ ખફીના જણાવ્યા મુજબ પોતાની ખેતીમાં કાસમભાઈ અને તેમના પરિવારજનો દ્વારા ખેતી કરી અને મગફળી, કપાસ જીરૂ સહિતના તમામ પાકો જેમા જરૂરિયાત મુજબનું પોતાની ખેતીમાંથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ઓર્ગેનિક ખાતર પુરુ પાડવામાં આવી રહ્યું છે, સાથે સાથે સિંચાઇની પણ ઉત્તમ સુવિધા બનાવવામાં આવતા સમયસર અને જરૂરિયાત મુજબનું વિવિધ પાકોને ખેતીમાં પાણી આપવામાં આવતા દરેક સિઝનમાં ખૂબ સારા પાકો ઉતરી રહ્યા છે.
જ્યારે કાસમભાઈ ખફી દ્વારા મગફળી સહિતના વિવિધ પાકો સાથે બાગાયતી ખેતીમાં પણ એટલું જ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બાગાયતી ખેતીમાં કેરી ચીકુ નારિયેળ સહિતની વિવિધ બાગાયતી ખેતી પણ પોતે કરી તેમાંથી સારી એવી આજીવિકા કમાઈ રહ્યા છે. જ્યારે પોતાના ખેતરોમાં ખાસ ગીર ગાય અને ભેંસ સહિતના પશુઓ રાખી અને તેમાંથી જ દૂધ અને દહીં સહિતના ચીજ વસ્તુઓ પણ ઘરમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જ્યારે તાજેતરમાં જ Lockdown જેવા સમયમાં લોકોને અનાજ મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું હતું એવા સમયે સારી ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ ખેડૂત તરીકે કાસમભાઈ ખફી સાબિત થતાં તેમને પોતાની ખેતીને પરંપરાગત વારસા મુજબ હજુ પણ જીવંત રાખી છે. અન્ય ખેડૂતોને પણ કે જે ગામડામાં ખેતીકામ મૂકી અને શહેરો તરફ આકર્ષિત થઇ રહ્યા છે તેમના માટે એક આત્મનિર્ભર ખેડૂત તરીકે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે