રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસનાં 24 સભ્યોને ભાજપ અજ્ઞાત જગ્યાએ લઇ ગઇ હોવાની વાતે જોર પકડ્યું છે. ત્યારે નાણાંકીય વ્યવહાર ન થાય તે માટે ભાજપે કોંગ્રેસનાં 24 સભ્યોના મોબાઇલ બંધ કરાવી રાજસ્થાન મોકલી દીધા હોવાની ચર્ચાએ રાજકોટનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે. આજની સામાન્ય સભામાં અલગ અલગ 6 કમિટીની રચના કરવામાં આવશે. તે પહેલા જ કોંગ્રેસનાં 22 સભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની તૈયારી કરી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત માટે એજન્ડાનો કોઈ સમાવેશ નથી. અજ્ઞાતવાસમાં ગયેલા સભ્યો પૈકી 10થી વધુ સભ્યોનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પણ રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવા ભાજપ અંદરખાને સક્રિય હોવાનું રાજકીય પરિબળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક સંભાવના એવી છે કે કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યો ભાજપના સંપર્કમાં હોઈ શકે છે. જો આમ બન્યું, તો કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી સર્જાશે. એક તરફ કોંગ્રેસ દાવો કરી રહી છે કે 24માંથી 15 સભ્યો તેમની પાસે છે. તો બીજી તરફ ભાજપ એવો દાવો કરી રહી છે તેમનુ સંખ્યાબળ કોંગ્રેસ કરતા વધારે છે.

કુંવરજી બાવળીયાની ભાજપમાં એંટ્રીથી સજાયો હતો રાજકીય ભૂકંપ હવે આફટર શોક


રાજકોટ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા શરૂ થઇ ગઇ છે. સામાન્ય સભામાં 6 સમિતિઓની રચના કરવામાં આવશે જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને અપીલ સમિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળવાની છે. ત્યારે આ સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપના એક કાર્યકર્તા રમેશ તાણાને ચક્કર આવતા પડી ગયા હતા. ત્યારે આ ભાજપી કાર્યકર્તાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સામાન્ય સભા દરમિયાન 150 પોલીસ જવાન જિલ્લા પંચાયત ખાતે તહેનાત રહેશે.

રાજકોટ જિલ્લાનાં રાજકારણમાં ભુકંપ સર્જાયો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે, પહેલા કોંગ્રેસ છોડીને કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા અને ત્યાર બાદ કોંગ્રેસ સાશિત જિલ્લા પંચાયતને ભાજપ પોતાનાં હસ્તક કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 22 જેટલા સભ્યો પ્રમુખ અલ્પાબેન ખાટરીયા સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કોઇ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન થાય તે માટે બધા સભ્યોને સાથે રાખીને ફોન બંધ કરાવી ગોંડલથી 12 જેટલા વાહનોમાં રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. જેની જાણ થતાની સાથે જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવા મોડી રાતથી જ મેદાને આવ્યું છે.