ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટનું સત્ય અને તથ્ય
ભાજપ વોર્ડ 10 ના કાઉન્સિલર અને બુટલેગર વચ્ચેની વાત ચીતની વિવાદિત ચેટ વાઇરલ થઈ હતી. રામ નવમીના દિવસે ગોત્રી વિસ્તારમાંથી રામ યાત્રા નીકળવામાં આવી હતી. તે યાત્રાને લઈને વોટસએપ ગ્રુપમાં થયેલ વાતને લઈન દિવ્ય રામ યાત્રા 2022 નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં લખાયેલી વાત ફરતી થઈ હતી. ગોત્રી વિસ્તારમાં રહેતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે લખ્યું હતું કે, બુટલેગર ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો બધાને આપજો.
વડોદરા : ભાજપ વોર્ડ 10 ના કાઉન્સિલર અને બુટલેગર વચ્ચેની વાત ચીતની વિવાદિત ચેટ વાઇરલ થઈ હતી. રામ નવમીના દિવસે ગોત્રી વિસ્તારમાંથી રામ યાત્રા નીકળવામાં આવી હતી. તે યાત્રાને લઈને વોટસએપ ગ્રુપમાં થયેલ વાતને લઈન દિવ્ય રામ યાત્રા 2022 નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં લખાયેલી વાત ફરતી થઈ હતી. ગોત્રી વિસ્તારમાં રહેતા કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે લખ્યું હતું કે, બુટલેગર ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો બધાને આપજો.
પાટણમાં પદ્મશ્રી માલજી દેસાઇની રજતતુલા કરવામાં આવી, સોના-ચાંદીની રકમનો ખાસ ઉપયોગ થશે
યાત્રામાં જોડાનાર લોકોને 500 રૂપિયાના પેટ્રોલની કુપનની ઓફર કરવામાં આવી હતી. યાત્રામાં સંખ્યા ફુલ થવી જોઈએ નહીં તો આબરૂ જશે તેવા પ્રકારની લખાણ વાડી ચેટ વાઇરલ થઇ હતી. વાઇરલ થયેલી ચેટના લીધે ભાજપની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. જેના કારણોસર કોર્પોરેટર ઉમંગ ભ્રમભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે આ તમામ દાવાઓને નકારી દીધા હતા.
ભાવનગરની ખ્યાતનામ સંસ્થાએ દરિયાને આગળ વધતો અટકાવ્યો, રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો
રામ નવમીના દિવસે શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામયાત્રામાં સ્વયમ્ લોકો મરજીથી જોડાયા હતા. આવા પ્રકારના કોઈ પણ ચેટમાં અમારે વાત થઈ નથી. આમારા જેવું બીજું ગ્રુપ બનાવી આ ચેટ વાઇરલ કરવામાં આવી હતી. આટલી ભવ્ય વિશાળ યાત્રા અમારા વિસ્તારમાં પહેલી વાર નીકળી હતી. જેના કારણો સર એમને બદનામ કરવા આવું કાવતરું કરવામાં આવ્યું હતું. અમે લોકો પોલીસ ફરિયાદ આપી છે. આગળ પોલીસ તપાસ કરી રહી છે. આવું કૃત્ય કરનાર જલ્દી પકડાઈ જશે. આસામાજીક તત્વો દ્વારા આવા પ્રકારના ચેટ વાઈરલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube