ભાવનગરની ખ્યાતનામ સંસ્થાએ દરિયાને આગળ વધતો અટકાવ્યો, રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો

જિલ્લાની જાણીતી સંસ્થા વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર અને અમરેલી જીલ્લા પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં કરવામાં આવેલી વોટર હાર્વેસ્ટીંગ અને રીચાર્જ, પીવાના પાણીમાં વ્યવસ્થાપન તેમજ દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવા સહિતની અનેક ઉત્તમ કામગીરીને ધ્યાને લઇ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભાવનગરની ખ્યાતનામ સંસ્થાએ દરિયાને આગળ વધતો અટકાવ્યો, રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો

નવનીત દલવાડી/ભાવનગર : જિલ્લાની જાણીતી સંસ્થા વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર અને અમરેલી જીલ્લા પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં કરવામાં આવેલી વોટર હાર્વેસ્ટીંગ અને રીચાર્જ, પીવાના પાણીમાં વ્યવસ્થાપન તેમજ દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવા સહિતની અનેક ઉત્તમ કામગીરીને ધ્યાને લઇ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ દ્વારા સ્થાપિત વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ (VRTI) સંસ્થા કે જેમને વર્ષ ૨૦૨૦-૨૧ માં ભાવનગર અને અમરેલી જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર અને કોર્પોરેટ સેક્ટરના આર્થિક સહયોગથી કરેલી કામગીરીને ધ્યાને લઇ બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રાજુલા તાલુકામાં પીવાના પાણીમાં વ્યવસ્થાપન, વોટર હાર્વેસ્ટીંગ અને રીચાર્જ તેમજ વોટર મેનેજમેન્ટ જેમાં લીફ્ટ ઈરીગેશન સ્કીમ, ડ્રીપ ઈરીગેશન, લેઝર ઈરીગેશન, ગ્રીન મલ્ચીંગ તથા દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા માટે રાજુલા તાલુકાના ગામોમાં અલગ અલગ નદીઓ ઉપર ચેકડેમો તથા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી તેમજ ધાતરવડી નદી ઉપર રીવર બેઝીનની કામગીરી કરી હતી. 

ઉપરાંત દરિયાની નજીકના ગામો અને દરિયા વચ્ચે આવેલા ઠવી (ટાપુ)માં પીવાના પાણી માટે ઘરે-ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકાનું નિર્માણ તેમજ દરિયાઈ પાણીને આગળ વધતું રોકવા પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેનાથી આ વિસ્તારમાં મળેલ ઉત્તમ પરિણામો જેમાં ચોખ્ખું અને નિયમિત પાણી ઉપલબ્ધ થયું, લોકલ સોર્સ સસ્ટેન થયા, વોટર લેવલમાં વધારો થયો, વોટર ક્વાલીટીમાં સુધારો થયો, તેમજ ઈરીગેશન એરિયામાં વધારો, ઉત્પાદનમાં વધારો, માઈગ્રેશનના પ્રમાણમાં ઘટાડો, તેમજ પશુપાલનના ધંધામાં વેગ મળ્યો છે. જે બાબતોને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા ધ્યાને લઇ વર્ષ ૨૦૨૦-૨૧ માં કરેલી આ સંસ્થાની ઉમદા કામગીરી બિરદાવતા ગત તા. ૨૯-૦૩-૨૨ ના રોજ કંપનીના સીઈઓ અને પ્રોજેક્ટ કોઓર્ડીનેટરને બેસ્ટ એનજીઓ કેટેગરીમાં દેશનો ત્રીજા સ્થાનનો નેશનલ વોટર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તેમની સંસ્થાની કામગીરીને બિરદાવી એવોર્ડ એનાયત કરવા બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થા દ્વારા રાજુલા પંથકમાં જે વિવિધ કામગીરી કરવામાં આવી અને તેમાં થયેલા ફાયદાને ખેડૂતોએ પોતાના મુખે વર્ણવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ખેડૂતોની આવક બમણી કરવા અંગે જે કહેવામાં આવી રહ્યું છે તે હકીકતમાં અહી સાર્થક થયું છે અને ખેડૂતો વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે.

ભાવનગરની VRTI સંસ્થાને દેશના ત્રીજા ક્રમનો નેશનલ વોટર સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જળશક્તિ મંત્રાલય દ્વારા આ સંસ્થાની વર્ષ ૨૦૨૦-૨૧ ની કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ એનાયત કર્યો હતો. ભાવનગર અને અમરેલી જિલ્લામાં પીવાના પાણીનું વ્યવસ્થાપન, વોટર હાર્વેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરી હતી. લીફ્ટ ઈરીગેશન સ્કીમ, ડ્રીપ ઈરીગેશન, લેઝર ઈરીગેશન, ગ્રીન મલ્ચીંગ હાથ ધરી હતી. અલગ અલગ નદીઓ ઉપર ચેકડેમો તથા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા, દરિયાઈ પાણીને આગળ વધતું રોકવા પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા સરકાર અને કોર્પોરેટ સેક્ટરના આર્થિક સહયોગથીકરેલી કામગીરીને બિરદાવતા એવોર્ડ એનાયત કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news