રાજકારણમાં અઠંગ ખેલાડી, પણ ભણતરમાં કેવા? જાણો ભાજપના ઉમેદવારો કેટલા ભણેલા-ગણેલા
Gujarat Elections : ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી, તેમાં કયા ઉમેદવાર કેટલું ભણ્યા છે તે જાણો
અમદાવાદ :ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે મોટાભાગના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. રાજકારણમાં ક્યારેય ડિગ્રીની જરૂર પડતી નથી. રાજકારણમાં અઠંગ ખેલાડી હોય તો અને નસીબના સિતારા બુલંદ હોય તો વ્યક્તિ મુખ્યમંત્રીની સીટ સુધી પણ પહોંચી શકે છે. ત્યારે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાંથી કોણ કેટલુ ભણેલું ગણેલું છે તેની માહિતી સામે આવી છે. વોટ આપતા પહેલા જાણી કે તમારા વિસ્તારના ઉમેદવાર કેટલા ભણેલા ગણેલા છે.
ભાજપે જાહેર કરેલા 12 ઉમેદવારોએ SSC સુધીનું શિક્ષણ પણ મેળવ્યુ નથી. તો SSC સુધીનું શિક્ષણ ન મેળવનારાઓમાં 2 વર્તમાન મત્રી અને 1 પૂર્વ મંત્રીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી ઓછું શિક્ષણ મેળવનાર પ્રદ્યુમનસિંહ જાડેજા છે. અબડાસાના ભાજપનાં આ ઉમેદવાર માત્ર 4 ધોરણ ભણેલા છે. તો ભાજપે 7 ધોરણ સુધી ભણેલા 4 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં વાંકાનેરના ઉમેદવાર જીતુ સોમાણી, દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક છે, જેઓએ માત્ર 7 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. કડીના કરસન સોલંકી અને સુરત ઉતરના કાંતિ બ્લરે પણ 7 ધોરણનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવાર છે કરોડપતિ, સૌથી ધનિક રમેશ ટીલાળા
તો આઠમું ધોરણ સુધીનો અભ્યાસ કરેલા બે ઉમેદવારો ભાજપે મેન્ડેડ આપ્યું છે. જેમાં રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળા અને ધધુકાના કાળું ડાભીનો સમાવેશ થાય છે. 9 ધોરણ સુધીના અભ્યાસ કરેલા ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે 4 ઉમેદવારને ભાજપે મેન્ડેડ આપ્યું છે. જેમાં બે પૂર્વ મંત્રી વરોછા રોડના ઉમેદવાર કુમાર કાનાણી અને ઉમરગામના ઉમેદવાર રમન પાટકર, તથા હાલ મંત્રી જીતુ ચૌધરી કપરાડાના ઉમેદવાર અને દાતાના ઉમેદવાર લઘુભાઈ પરધીનો સમાવેશ થાય છે.
ભાજપના શિક્ષિત ઉમેદવારો
- વડોદરા બેઠકના તમામ ઉમેદવારો હાઈલી એજ્યુકેટેડ છે. જેમની પાસે બીએથી લઈને સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી છે
- અમદાવાદમાં પેથોલોજિસ્ટ ડૉ.હસમુખ પટેલ, એનેસ્થેટિસ ડૉ. પાયલ કુકરાણી, પીએચડી ડૉ. હર્ષદ પટેલને ટિકિટ આપી છે
- ડો. દર્શિતા શાહે પેથોલેજી, ભાનુબેન બાબરીયા બીએ એલએલબી, કુંવરજી બાવળીયા બીએસ અને જયેશ રાદડિયા બીઈ સિવિલ કર્યું છે
ઓછું ભણેલા ઉમેદવારો
- અમદાવાદની નારણપુરાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો
- સુરત સિટીના 8 ઉમેદવારોએ ધો. 7થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે
- અમદાવાદ સિટીના પાંચ ઉમેદવારોએ ધો. 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે
- અમદાવાદના ઠક્કરબાપાનગરથી ચૂંટણી લડતા કંચનબેન રાદડિયાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે
- રાજકોટના 3 ઉમેદવારોએ 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે