ગાંધીનગરઃ ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપે પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનાર ભાજપના બળવાખોરો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ભાજપે ચૂંટણી પરિણામો બાદ તરત જ નવી શિસ્ત સમિતિની રચના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના વડપણ હેઠળ બનાવી છે. જેમાં સભ્યો તરીકે બીપિન દવે, મણિલાલ પરમાર, જયશ્રીબેન પટેલ, રામસિંહ રાઠવા, અજય ચોકસી, તખતસિંહ હડિયોલની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિની પ્રથમ બેઠક ૧૦ જાન્યુઆરીએ યોજાનાર છે ત્યારે કાર્યકરોમાં ચર્ચા છે કે શિસ્ત સમિતિ પક્ષવિરોધીઓ સામે કડક પગલાં લેશે કે પછી માત્ર ઠપકો આપીને છોડી દેશે કેટલાક એવા આગેવાનો-નેતાઓ સામે આંખ આડા કાન કરવા પડે એમ છે તો કેટલાક આવશ્યક દૂષણ સમાન છે ત્યારે ફરિયાદી અને પક્ષવિરોધીઓને સાંભળીને શિસ્ત સમિતિ પ્રદેશ પ્રમુખને કેવો અહેવાલ આપશે તેના આધારે પક્ષ વિરોધીઓ સામે પગલાં ભરાશે. હવે જોવાનું એ રહેશે કે સમિતિ કેટલા સામે કેવા પગલાંની ભલામણ કરે છે અને તેનો અમલ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ કોણ છે Amul નવા MD જયેન મહેતા, સોઢીના ચાર દાયકાના શાસનનો અંત


પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાના નેતૃત્વમાં નવી શિસ્ત સમિતિની રચના કરાઈ છે.  10 જાન્યુઆરીએ સમિતિની પહેલી બેઠક મળશે. વિધાનસભાની ચૂંટણી સમયે કેટલાક નેતાઓએ કમલમ સુધી સમર્થકોના ટોળા મોકલ્યા હતા. આ સિવાય કહેવાતા મોટા નેતાઓએ પોતાની ટિકિટો કપાવાથી જાહેરમાં નારાજગી વ્યક્ત કરવાને બદલે પોતાની તમામ તાકાત કામ લગાડવાને બદલે નિષ્ક્રિય રહ્યા હતા. આ તમામની 600 ફરિયાદો શિસ્ત સમિતિ સામે આવી છે. જોકે, સમિતિના સભ્યોનું કેટલું ઉપજે છે એ સૌથ મોટો સવાલ છે. આ સમિતિએ અહેવાલ બનાવીને પ્રદેશ પ્રમુખને સુપરત કરવાનો રહેશે. આ મામલે કેવી કાર્યવાહી થાય છે એ પર સૌની નજર છે. 


આ પણ વાંચોઃ AMULના એમડી R. S. સોઢીની હકાલપટ્ટી, સહકારી ક્ષેત્રમાં ખળભળાટ


અમદાવાદમાં પાંચ બેઠકો પર જીતેલા ઉમેદવારોએ પોતાની સામે પોતાના જ પક્ષના કાર્યકરો, નેતાઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હોવાના જાહેરમાં નિવેદન કરી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ ચૂંટણી લડનાર અને હારી જનારા 2 મોટા નેતાઓએ હાલ તો ચૂપચાપ બેઠા છે પણ પરતું તેમણે પ્રદેશ પ્રમુખ સુધી પોતાની ફરિયાદો પહોંચાડી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube