BJP Candidate Kala Delkar નિલેશ જોશી/સેલવાસ : ગઈકાલે ભાજપે બીજી યાદીમાં 7 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી. જેમાં એક નામ સો ટકા ચોંકાવી દે તેવું હતું. ગુજરાતની રાજ્યના પડોશમાં આવેલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ચોંકાવનારું નામ જાહેર કર્યું છે. ભાજપે આ વખતે દાદર નગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું છે. અત્યાર સુધી શિવસેનાની પડખે રહેલો ડેલકર પરિવાર હવે ભાજપમાં ભળી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલકર પરિવારનો રાજકીય ઈતિહાસ
કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ તરીકે પેટા ચૂંટણીમાં આ બેઠક જંગી લીડથી જીત્યા હતા. જોકે હવે તેમનું શિવસેના નહીં પરંતુ ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કલાબેન દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ એવા સ્વ. મોહન ડેલકરના પત્ની છે. સ્વ મોહન ડેલકર સાત વખત સુધી દાદરા નગર હવેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. જોકે મોહન ડેલકરના અપમૃત્યુ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. અને તેમનો 51 હજારથી વધુ મતોની પ્રચંડ લીડથી દાદરા નગર હવેલી બેઠકના પર વિજય થઈ અને સાંસદ બન્યા હતા. 


સડસડાટ દોડતી કારે બાઈક પર જઈ રહેલા ત્રણ મિત્રોને ટક્કર મારી, ત્રણેયના મોત


જંગી લીડથી જીત્યા હતા કલાબેન
કલાબેન દાદરા નગર હવેલીના સૌ પ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ અને ઇતિહાસ રચ્યો હતો. જો કે ચૂંટણી ની તારીખો જાહેર થવાની ઘડીયો વાગી રહી છે એ વખતે જ ભાજપના અન્ય મજબૂત દાવેદારોની જગ્યાએ કલાબેનનું નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ છે કે કલાબેન ડેલકર અને તેમનો પરિવાર થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. અને ત્યારબાદ સેલવાસમાં અમિત શાહની રેલીમાં પણ તેઓ મંચ પર જઈ અને અમિત શાહનું અભિવાદન કર્યું હતું. 


ચોથા સ્ટેજના કેન્સરની પીડિત વિદ્યાર્થી આપી રહી છે બોર્ડની પરીક્ષા


આમ છેલ્લા કેટલાક સમયથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપર્કમાં હોવાથી તેઓ ભાજપમાં આવવાના હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું. અને આજે ભાજપે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થતા જ સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ હતો .પરંતુ ભાજપ ના આંતરિક રાજકારણ ગરમાયુ હતું.કલાબેને મીડિયા સાથેની વાતમાં તેમને ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ નો આભાર માન્યો હતો. અને પોતાના પર મુકેલા વિશ્વાસ ને ખરો ઉતારવા તેઓ આ વખતે પણ આ બેઠક પરથી જંગી લીડ થી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


ભારતીબેન શિયાળનું પત્તુ કપાયું 
ભાજપે બીજી યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે ભાવનગરમાંથી ભારતીબેન શિયાળની જગ્યાએ નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે. ત્યારે નિમુબેન બાંભણિયાને ટિકિટ મળતાં કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી છે. ત્યારે ભાવનગરના ઉમેદવારે ZEE 24 કલાક સાથે વાત કરી હતી. અને નિમુબેન બાંભણિયાએ પીએમ મોદી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો આભાર માન્યો છે... રાજ્ય અને દેશમાં ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે અને નિમુબેન બાંભણિયાએ જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


સુરતમાં દીપડાની સંખ્યા અઢી ગણી વધી, વનવિભાગે જંગલ પર નજર રાખવા લીધું મોટું પગલું