અમદાવાદ: લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાની સાથે ભાજપે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ દ્વારા કોંગ્રેસના ધાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે તે તમામને ટીકિટ આપવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.


ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ


ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં ઊંઝા, તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.


 



તાજેતરમાંજ ખનિજ ચોરીના કેસમાં કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 માસની સજા થતા તે નવા કાયદા મુજબ, ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ભગવાન ભાઈ બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા.