તૃષાર પટેલ/વડોદરા: ભાજપ સરકારે આવાસ યોજના બનાવીને ગરીબોને સુવિધા યુક્ત મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ વડોદરાના ગરીબોની મુશ્કેલીમાં આવાસ યોજનાના કારણે વધારો થયો છે અને  છેલલા બે વર્ષ થી 2 હજાર પરિવારો ઘરવિહોણા બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગરપાલિકાએ સંજયનગર વિસ્તારની ઝુપડપટ્ટી તોડીને સાઈ રુચિ ઇન્ફાસ્ટ્રકચર કંપનીને આવાસો બનાવવા પીપીપી ધોરણ કામ આપ્યું હતું. પંરતુ આ જમીન વિવાદમાં સપડાતા કોન્ટ્રાકટર કામ શરુ કરી શક્યો નથી અને છેલ્લા બે વર્ષથી આ કામ ખોરંભે પડ્યું છે. અને બે હજાર પરિવારોને દર મહીને મકાન ભાડું બિલ્ડરને ચૂકવવાનું છે તે પણ નિયમિત આપતું નથી જેના કારણે ભાડાના મકાનમાં રહેતા ગરીબો મુશ્કેલીમાં મુકાયા છે.


ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા


મહાનગરપાલિકાના ટેન્ડર મુજબ 18 મહીનામાં મકાનો બનવીને ફાળવી દેવાના હતા. જોકે આજે 2 વર્ષ થવા છતાં ગરીબોને આવાસ આપવામાં આવ્યા નથી. અને ભાડું પણ આપવામાં આવતું નથી. જેના કારણે આજે સંજયનાગરની ઝુપડપટ્ટીના ગરીબો કોન્ટ્રેકટરની ઓફિસમાં ધસી આવ્યા હતા. અને એક વર્ષનું સાથે ભાડું આપો અથવા મકાન નહીં પણ તેમની જમીન પછી આપો તેવી માંગ કરી હતી. મોટી સંખ્યા માં ઝુપડપટ્ટી ના લોકો ઉમટી પડતા વારસિયા પોલીસ નો કાફલો પણ દોડી આવ્યો હતો અને આ ગરીબો ને સમજાવવાના પ્રયાશો કરું કર્યા હતા.


કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’


જુઓ LIVE TV:



સરકારની મહત્વ કાંક્ષી ઓક્સિજન એટલે આવાસ યોજના જોકે વડોદરા મહાનગરપાલિકાની ગરીબોના આવાસની યોજના અધિકારીઓ અને નેતાઓની મીલીભગતના કારણે આજે ખોરંભે પડી છે. બે હજાર જેટલા પરિવારો આજે મકાન મળવાના બદલે રસ્તે રઝળતા થઇ ગયા છે જે સરકર માટે કલંક રૂપ બાબત છે.