નિલેશ જોશી/સેલવાસ: 2024ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી દેશભરમાં રાજકીય પાર્ટીઓ તૈયારી શરૂ કરી છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ રાજકીય ચહલપહલ વધી છે. આજે ભાજપ એ વિધિવત રીતે આ વિસ્તારમાં જાણે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હોય તેવી રીતે ભાજપની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર સહીત પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં પ્રદેશની જનતા પણ ઉપસ્થિત રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનના અંતમાં વરસાદ તૂટી પડશે તેવું કહેનારા અંબાલાલની ઘાતક આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટમાં


આ સભામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના અગ્રણીઓએ છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લોકો સમક્ષ મૂક્યા હતા. દાદરા નગર હવેલીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજનાઓને પણ ભાજપના અગ્રણીઓ અને કેન્દ્રીય મંત્રીએ લોકોને યાદ કરાવ્યા હતા. 


જીવના જોખમે સ્ટંટ કરતા અમદાવાદી નબીરાનો VIDEO વાયરલ, મોપેડ પર કર્યા ભયંકર સ્ટંટ


મહત્વપૂર્ણ છે કે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની 50,000 થી વધુ મતોથી કારમી હાર થઈ હતી .આથી આ વખતે 2024 ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી ની બેઠક કબજે કરવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. આથી આજે સેલવાસમાં યોજાયેલી આ જાહેર સભામાં કૌશલ કિશોરે વિવિધ મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. અને આવનાર લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જંગી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ 2024 ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને અને ભાજપ શાસિત કેન્દ્ર સરકારને હટાવવા એક જૂટ થયેલા વિપક્ષોના મામલે પણ કૌશલ કિશોરે પ્રતિક્રિયા આપી હતી. 


ચળકતા પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ, જાણકારોના મતે હવે ચોમાસું કેવું રહેશે?


તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ એક જૂટ થયા બાદ પણ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગેવાની હેઠળની ભાજપની જ સરકાર રચાશે તેઓ દાવો કર્યો હતો. અને આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપ દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઐતિહાસિક લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 


સુરતમાં ગઠિયાઓ બેફામ;લોભામણી લાલચમાં આવી જિમ ટ્રેનર સહિત 12 મિત્રો કરોડોમાં નાહ્યાં!