Vav Assembly By Election 2024 : વાવ પેટાચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે મોટા મોટા રાજકીય ખેલ રમાઈ રહ્યાં છે. વાવમાં વટના સવાલ વચ્ચે હવે ગુજરાત ભાજપે મોટુ એક્શન લીધું છે. વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. માવજી પટેલે પક્ષથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ માવજી પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. માવજી પટેલને પ્રચારમાં સાથ આપનારા લાલજી પટેલને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને કોને સસ્પેન્ડ કરાયા 
ચૂંટણીના 3 દિવસ પહેલાં જ ભાજપે પક્ષમાંથી માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં છે. વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ન માત્ર માવજી પટેલ, પંરતું તેમના સહિત 5 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. લાલજી ચૌધરી, દેવજી પટેલ, દલરામ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ જામાભાઈ પટેલને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. લાલજી પટેલ ભાભર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે. 


 


ગુજરાતની 157 પાલિકાની તિજોરી ખાલી! વ્યાજે રૂપિયા લઈ કર્મચારીઓનો પગાર ચૂકવાયો


માલધારી સમાજનું કોંગ્રેસને સમર્થન
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સહિત અપક્ષ ઉમેદવારો સામાજિક સમેલનો કરાવીને અનેક સમાજોને પોતાની તરફ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે વાવની લોકનિકેતન સંસ્થા ખાતે માલધારી સમાજનું મહાસેમલન યોજાયું. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, સંસદ ગેનીબેન ઠાકોર,ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, રાજસ્થાનના રાનીવાડાના ધારાસભ્ય રતનસિંહ દેવાસી સહિત અનેક મોટા નેતાઓ રહ્યાં. માલધારી સમાજના સંમેલનને લઈને મોટી સંખ્યા રબારી માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા છે. કોંગ્રેસના નેતા અને માલધારી સમાજના નેતા ઠાકરસિંહ રબારીએ આ મહાસમેલનને લઈને કહ્યું કે અમારો સમાજ કાયમ કોંગ્રેસ સાથે જ છે અને રહશે મને ટીકીટ ન મળી તો મારો સમાજ નારાજ થયો એ વાત ખોટી છે. અમારો સમાજ ક્યારેય નહીં વેહેચાય એ સંપૂર્ણપણે કોંગ્રેસની સાથે જ છે અને ગુલાબસિંહ રાજપૂતને જીતાડીને વાવનો વટ રાખશે. જો 2027માં અમારા સમાજને પ્રતિનિધિત્વ કરવા મળશે તો પણ અને નહિ મળે તો પણ અમે કોંગ્રેસ સાથે જ રહીશું. અમારો સમાજ કોંગ્રેસ સાથે છે અને રહેશે. અમને કોઈ નહિ તોડી શકે. ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું જ નથી અમારો સમાજ કોંગ્રેસ માટે એકતા દેખાડશે.


વાવની પેટાચૂંટણી બની રસપ્રદ, અપક્ષ ઉમેદવારની સભામાં ભાજપના નેતાનો મોટો ધડાકો