વાવની પેટાચૂંટણી બની રસપ્રદ, અપક્ષ ઉમેદવારની સભામાં ભાજપના નેતાનો મોટો ધડાકો

Lalji Patel With Mavji Patel : વાવની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારની સભામાં ભાજપના નેતાનો મોટો ધડાકો... APMCના પૂર્વ ચેરમેન લાલજી પટેલે કહ્યું- ભાજપના લોકો જ માવજીભાઈ સાથે છે... પક્ષને જે કાર્યવાહી કરવી હોય તે કરે 

વાવની પેટાચૂંટણી બની રસપ્રદ, અપક્ષ ઉમેદવારની સભામાં ભાજપના નેતાનો મોટો ધડાકો

Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમ બની રહ્યો છે. માવજી પટેલે ભાજપ સામે ઉભા રહીને અપક્ષ ઉમેદવારી તો કરી દીધી, પરંતું હવે ચૂંટણીમાં એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. આવામાં સ્થાનિક અનેક નેતાઓ માવજી પટેલના સમર્થનમાં આવ્યા છે. 

વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવારની ભાભરમાં સભા યોજાઈ હતી. વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ભાભરમાં સભા યોજાઈ હતી. જેમાં ભાભર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ માવજી પટેલ સાથે હોવાની વાત કરી હતી. પૂર્વ પ્રમુખ લાલજી પટેલે માવજી પટેલ સાથે હોવાનો એકરાર કર્યો. લાલજી પટેલે કહ્યું કે, હું ભાજપમાં હોવા છતાં હું સમાજ સાથે રહીશ. અમને ઠાકોર ઉમેદવારનો કોઈ જ વિરોધ નથી. સ્વરૂપજી ઠાકોરનો વિરોધ છે, અન્યને આપી હોતો કોઈ વાંધો નથી. સ્વરૂપજીને 2022માં તમામ સમાજોએ વોટ આપ્યા હતા પણ ઠાકોર સમાજે જ મત નહોતા આપ્યા. 

તેમણે વધુમાં કહ્યું કે, લોકસભામાં રેખાબેન ચૉધરીને ટીકીટ મળી એટલે સ્વરૂપજી ઠાકોર નિષ્ક્રિય રહ્યા અને ગેનીબેનને જીતાડશું તેવું કહેતા હતા. અને રેખાબેન હાર્યા. અમે શંકરભાઈની સાથે જ હતા. આ વખતે ચૉધરી સમાજના 98 ટકા મત ભાજપને મળવાના છે. 

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ -ભાજપ અને અપક્ષનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આજે વાવમાં કોંગ્રેસનું માલધારી-રબારી સમાજનું મહા સંમેલન યોજાશે. માલધારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ  પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા,સંસદ ગેનીબેન ઠાકોર, ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, રાજસ્થાનના રાનીવાડાના ધારાસભ્ય રતનસિંહ દેવાસી સહિત અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે. તો આજે એટા ખાતે ભાજપ તરફી બ્રહ્મ સમાજનું મહાસમેલન યોજાશે. તો બીજી તરફ આજે સાંજે વાવમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલની મહાસભા યોજાનાર છે. ભાજપના અલ્પેશ ઠાકોર, મંત્રી ભાનું બાબરીયા, મંત્રી બચુ ખાબડ સહિત અનેક મંત્રીઓ અને નેતાઓના વાવ વિધાનસભામાં ધામા છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ વાવમાં ગામડે-ગામડે ફરીને પ્રચાર કરી રહ્યાં છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી મતદારોને રીઝવવા ઉમેદવારો અને નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news